(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકાની સત્તાવાર યાત્રાની પૂર્વે જ વિખ્યાત ગ્રેમીએવોર્ડ વિજેતા ગાયિકા ફાલુ શાહની સાથે મળીને મિલેટ્સ ધાન્યના ફાયદા અંગે એક ગીત લખ્યું છે. ફાલુ અને તેના પતિ ગૌરવે ગીતને કંઠ આપ્યો છે. એબન્ડન્સ ઈન મિલેટ્સ એટલે કે મિલેટ્સની સમૃદ્ધિ એવા ટાઈટલ સાથે ગીત રીલિઝ થયું છે.

ભારતના સૂચનથી યુએને ૨૦૨૩ને ઈન્ટરનેશનલ મિલેટ્સ યર જાહેર કર્યું છે. એ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેમી વિજેતા ભારતીય-અમેરિકન સિંગર ફાલુ શાહ સાથે મળીને એક ગીત લખ્યું છે.મુંબઈમાં જન્મેલી ફાલુ શાહે જણાવ્યું હતું કે જ્યારે ગ્રેમી એવોર્ડ મળ્યા બાદ એ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળી હતી ત્યારે તેને આવા એક ગીતનો આઈડિયા આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ થીમ પર તેને ગીત લખવાનું સૂચન કર્યું હતું.

મિલેટ્સ ધાન્ય શરીર માટે તો ફાયદાકારક છે જ, પરંતુ દુનિયાને ભૂખમરાથી લડવા માટે પણ એ ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે. એનો મેસેજ ગીતમાં વણી લઈને ગીત લખાયું છે. ફાલુ અને તેના પતિ ગૌરવે વડાપ્રધાન મોદી સાથે મળીને આ ગીત લખ્યું છે. અંગ્રેજી અને હિન્દીમાં રજૂ થયેલા ગીતમાં ફાલુ અને ગૌરવે કંઠ આપ્યો છે.

LEAVE A REPLY

5 × 2 =