Government of India launched cheap diabetes medicine, Sitagliptin
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એક ગુજરાતી અમેરિકન ડોક્ટર પર કેલિફોર્નિયાના મેડિકલ સત્તાવાળાઓએ તેની ટેસ્લા કારને ઈરાદાપૂર્વક તેની પત્ની અને બાળકો સાથે ભેખડ પરથી નીચે પાડી અકસ્માત સર્જવાનો પ્રયાસ કર્યાનો આરોપ અગાઉ મુકાયો હતો. લોસ એન્જેલસમાં પ્રોવિડન્સ હોલી ક્રોસ મેડિકલ સેન્ટરના 41 વર્ષના રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલ પર ફેબ્રુઆરીમાં ફર્સ્ટ-ડિગ્રી હત્યાના પ્રયાસ અને બાળ શોષણનો આરોપ મૂકાયો હતો, જેમાં તે પોતે દોષિત ન હોવાનું તેણે જણાવ્યું હતું. ધ મર્ક્યુરી ન્યૂઝના રીપોર્ટ મુજબ, કેલિફોર્નિયાના મેડિકલ બોર્ડે તાજેતરમાં કોર્ટમાં એવી દરખાસ્ત કરી હતી કે ધર્મેશ પટેલને જામીન પર મુક્ત કરાયો હોય તો તેને મેડિકલની પ્રેક્ટિસ કરતા અટકાવવો જોઇએ.

બોર્ડે તેની દલીલોમાં, પટેલની પત્નીને ઇમરજન્સી વર્કર દ્વારા બચાવી લેવાયા પછી આપેલા નિવેદનોને ઉલ્લેખ કર્યો હતો. તેણે વર્કરને કહ્યું હતું કે, ધર્મેશ પટેલે “આવું ઈરાદા અને હેતુપૂર્વક કર્યું હતું”.બોર્ડે દરખાસ્તમાં વધુમાં જણાવ્યું હતું કે, પટેલની પત્નીએ તેમને બચાવનાર જણાવ્યું હતું કે, “તે હતાશ થઇ ગયો છે. તે એક ડોક્ટર છે. તે ભેખડ પરથી કાર લઇ જઈ રહ્યો હતો. તેણે ઇરાદાપૂર્વક ગાડી ચલાવી હતી.” “જાહેર સુરક્ષા માટે જરૂરી છે કે આરોપીને તેના ગુનાઇત કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી મેડિકલની પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવે.”ધ મર્ક્યુરી ન્યૂઝના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, સાન માટેઓ કાઉન્ટી સુપીરિયર કોર્ટના ન્યાયમૂર્તિ રશેલ હોલ્ટે 12 જૂનના રોજ આ કેસની સુનાવણીમાં બોર્ડની વિનંતી સ્વીકારી લીદી હતી.

LEAVE A REPLY

one × 5 =