Vol. 2 / No. 48 About   |   Contact   |   Advertise February 1, 2024


 
 
પ્રજાસત્તાક પર્વની દમામભેર ઉજવણી

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંના અતિથિવિશેષપદે શુક્રવારે (26 જાન્યુઆરી) પાટનગર નવી દિલ્હીમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની દમામભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતની ઉજવણીના મુખ્ય વિષયોમાંનો એક મહિલા સશક્તિકરણનો હતો અને પરેડમાં પણ દેશના સંરક્ષણ દળોની ત્રણે પાંખોની મહિલા અધિકારીઓને, મહિલા કલાકારોને વિશેષ પ્રાધાન્ય અપાયું હતું. પરેડ ઉપરથી વાયુ સેનાના વિમાનોની ફલાય પાસ્ટમાં પણ મહિલા પાયલોટ વિમાનની કોકપિટમાં હતી. આ ઉપરાંત વિકસિત ભારતના સૂત્રને ચરિતાર્થ કરતા વિવિધ વિષયોનો રાજ્યોના ટેબ્લોમાં સમાવેશ કરાયો હતો. નવી દિલ્હી સિવાય દેશના તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ પ્રજાસત્તાક દિવસની પરેડ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ ગુરૂવારે સાંજે દેશવાસીઓને સંબોધનમાં દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ જુનાગઢમાં ઉજવાયો હતો.

Read More...
મેક્રોનની પ્રજાસત્તાક દિવસની ભેટ: ફ્રાન્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરશે

ભારતના પ્રજાસત્તાક દિનના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન ભારતી. વિદ્યાર્થીઓ માટે ખાસ વિઝા અને ક્લાસિસ શરૂ કરવાનું કરવાની જાહેરાત કરી હતી. મેક્રોને જણાવ્યું કે તેઓ ભારતના 30,000 સ્ટુડન્ટને ફ્રાન્સ લાવવાનો ધ્યેય ધરાવે છે.

Read More...
ભારત અને ફ્રાન્સ વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર

ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ રહી છે. ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ગયેલા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને ભારત સાથે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

Read More...
વિદેશમાં વસતા અડધો મિલિયન યુકેવાસીઓ આ વર્ષે પેન્શનમાં વધારો ગુમાવશે

વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર નાણાકીય સલાહકાર, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક સંસ્થાઓમાંની એક ડીવેર ગ્રુપના CEO અને સ્થાપક નાઇજેલ ગ્રીને ચેતવણી આપી છે કે યુકે સ્ટેટ પેન્શનમાં 8 એપ્રિલ 2024થી પ્રભાવશાળી 8.5%નો વધારો થઇ રહ્યો

Read More...
અમેરિકાએ 2023માં ભારતીયોને રેકોર્ડ 1.4 મિલિયન વિઝા ઈસ્યુ કર્યા

ભારતમાં અમેરિકાની કોન્સ્યુલર ટીમે 2023માં રેકોર્ડ 1.4 મિલિયન વિઝા ભારતીય નાગરિકોને ઈસ્યુ કર્યા હતા, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટના વેઇટિંગ ટાઇમમાં 75 ટકાનો ઘટાડો થયો છે.

Read More...
પ્રમુખપદની ચૂંટણીમાં ફરી ટ્રમ્પ-બાઇડન વચ્ચે જંગ? ન્યૂ હેમ્પશાયરમાં હેલીનો પરાજય

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે 23 જાન્યુઆરીએ મહત્ત્વની ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં વિજયી મેળવ્યો હતો. તેનાથી હવે તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડન્ટના ઉમેદવાર બને તેવી પ્રબળ સંભાવના છે. આનાથી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ફરી જંગ થશે.

Read More...
ચૂંટણી પહેલા ટ્રમ્પને ફટકો, માનહાનિ કેસમાં લેખિકાને $83.3 મિલિયન ચૂકવવા આદેશ

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી પહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને માનહાનિના એક કેસમાં મોટો ફટકો પડ્યો હતો. ન્યૂયોર્કના એક જ્યુરીએ શુક્રવારે ટ્રમ્પને લેખક ઇ જીન કેરોલને વળતર પેટે $83.3 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે કેરોલ પર જાતીય હુમલો અને બદનક્ષી કરી હતી.

Read More...
અમેરિકામાં ભારતીયોએ 75મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી

​​ઇન્ડિયન અમેરિકનોએ ભારતીય પોશાકમાં સજ્જ થઈને દેશભક્તિના જોશ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોમાં ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારે વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયે ઉત્સાહ અને પોતાના વારસાના ગૌરવ સાથે એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું

Read More...
નીતિશ કુમારે ફરી પલટી મારી, ભાજપ સાથે જોડાણ કરી બિહારના મુખ્યપ્રધાન બન્યા

બિહારમાં જેડીયુ નેતા નીતિશ કુમારે રવિવારે ફરી એકવાર પલ્ટી મારીને નવી સરકારની રચના કરી હતી. લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડીને નીતિશ કુમારે હવે ભાજપ સાથે જોડાણ કરીને નવી સરકારની રચના

Read More...
ગુજરાતમાં વધુ બે માજી કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં કોંગ્રેસના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના આશરે 1500 કાર્યકરો સોમવારે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરના શ્રી કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપના વડા સી.આર.

Read More...

  Sports
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 28 રને પરાજય

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે તેના ભારત પ્રવાસના આરંભે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે, રવિવારે (28 જાન્યુઆરી) ભારત સામે 28 રને વિજય હાંસલ કર્યો હતો. પહેલી ઈનિંગમાં ભારતે 190 રનની નોંધપાત્ર સરસાઈ મેળવી હોવા

Read More...
રોહન બોપન્નાનો 43 વર્ષે ગ્રાંડ સ્લેમ ટાઈટલનો વર્લ્ડ રેકોર્ડ

ભારતના પીઢ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેન સાથે ગયા સપ્તાહે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની પુરૂષોની ડબલ્સમાં ફાઈનલમાં ઈટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રીઆ વાવાસોરીને સંઘર્ષપૂર્ણ જંગમાં

Read More...
જાડેજા-રાહુલ ઈજાગ્રસ્ત, બીજી ટેસ્ટમાં નહીં રમે

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટમાં પરાજય પછી ભારતીય ટીમને એક વધુ આંચકો લાગ્યો છે. વિરાટ કોહલી અગાઉથી જ પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમવાની જાહેરાત કરી ચૂક્યો છે, તો હવે કે. એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાના

Read More...
ઈંગ્લેન્ડમાં જ વધુ બે ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની ફાઈનલ રમાશે

આઈસીસીએ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2026-2027ની ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં યોજવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટની આ વિશ્વ સંસ્થાએ 2024 થી 2027 સુધીની આગામી ચાર વર્ષની આઈસીસી ઈવેન્ટ્સનો કાર્યક્રમ ગયા સપ્તાહે નિર્ધારિત કરી દીધો હતો,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સોની-ઝી વચ્ચેની $10 બિલિયનની મેગા મર્જર ડીલ રદ

જાપાનના સોની ગ્રુપ કોર્પોરેશને જાહેરાત કરી હતી તેને તેના ભારતીય યુનિટનું ઝી એન્ટરટેઈનમેન્ટ સાથેનું 10 બિલિયન ડોલરની મર્જર ડીલ રદ કરી છે. મર્જ્ડ એન્ટિટીનું સુકાન કોણ સંભાળશે તે મામલે વિવાદનો અંત ન આવતા સોનીએ આ પગલું લીધું હતું. સોની ગ્રુપે ઝીને ડીલ રદ કરવા અંગેની ટર્મિનેશન નોટિસ મોકલી હતી.

Read More...
માઇક્રોસોફ્ટ $3 ટ્રિલિયન ક્લબમાં જોડાનારી વિશ્વની બીજી કંપની બની

એપલ પછી માઇક્રોસોફ્ટ 24 જાન્યુઆરીએ ત્રણ ટ્રિલિયન ડોલરની કંપની બની હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર મોટા દાવને કારણે વોલ સ્ટ્રીટના રોકાણકારો કંપની માટે ઉત્સાહિત બન્યાં છે. જાન્યુઆરી 2022માં પ્રથમ વખત $3 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચ્યા પછી એપલ $3.02 ટ્રિલિયન સાથે પ્રથમ સ્થાને છે.

Read More...
સુરક્ષા નિયમોના ભંગ બદલ એર ઇન્ડિયાને રૂ.1.1 કરોડની પેનલ્ટી

એર ઈન્ડિયાને કેટલાંક લાંબા અંતરના મહત્ત્વના માર્ગો પર સંચાલિત ફ્લાઈટ્સ પર સલામતી સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ એક કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ ભારતની ઉડ્ડયન નિયમનકારે સંસ્થાએ બુધવારે જણાવ્યું હતું. આ મામલો ભાડાપટ્ટે રાખવામાં આવેલા વિમાન સંબંધિત છે.

Read More...
અમેરિકામાં ભારતીયોએ 75મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી

ઇન્ડિયન અમેરિકનોએ ભારતીય પોશાકમાં સજ્જ થઈને દેશભક્તિના જોશ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોમાં ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારે વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયે ઉત્સાહ અને પોતાના વારસાના ગૌરવ સાથે એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Read More...
વિન્ધામના બોર્ડ માટે ચોઈસની અગ્રણી નામોની પસંદગી

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલે વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ માટેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે તેના આઠ નોમિનીનું નામ આપ્યું છે, જેના પર વિન્ધામની 2024 શેરહોલ્ડર મીટિંગમાં મતદાન કરવામાં આવશે. હર્ષા હોસ્પિટાલિટી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન જય શાહ સહિતના નોમિનીઓ વિન્ધામને

Read More...
UJA ફેડરેશન વિન્ધામ બેલોટીનું સન્માન કરશે

Wyndham હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના પ્રેસિડેન્ટ અને CEO જ્યોફ બેલોટીને UJA ફેડરેશન ઓફ ન્યૂ યોર્ક દ્વારા જૂનમાં તેની વાર્ષિક હોસ્પિટાલિટી ડિવિઝન ઇવેન્ટમાં સન્માનિત કરવામાં આવશે. આ ઇવેન્ટ એનવાયયુ હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ

Read More...
પીચટ્રીએ ડ્યુઅલ-બ્રાન્ડેડ સાન ડિએગો હોટેલ માટે $73 મિલિયનનું ધિરાણ મેળવ્યું

પીચટ્રી ગ્રુપે સ્થાનિક રીતે સ્થિત બેક્સટર હોટેલ ગ્રૂપ વતી સાન ડિએગો, કેલિફોર્નિયામાં હિલ્ટન હોટેલ દ્વારા 263-કી ડ્યુઅલ-બ્રાન્ડ હોમ2 સ્યુટ્સ અને ટ્રુના વિકાસ માટે ભંડોળ પૂરું પાડવા માટે $73 મિલિયનની કન્સ્ટ્રકશન લોન અને C-PACE ધિરાણ મેળવ્યું.

Read More...
  Entertainment

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ: રણબીર કપૂર બેસ્ટ એક્ટર, આલિયા બેસ્ટ એક્ટ્રેસ

ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટી સિટીમાં યોજાયેલા 69માં ફિલ્મફેર એવોર્ડમાં સેલિબ્રિટી દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો હતો. ટેકનિકલ પુરસ્કારો શનિવારે આપવામાં આવ્યા હતા અને અન્ય પુરસ્કારો રવિવારે આપવામાં આવ્યા હતા.

Read More...

બોલિવુડના સિતારાઓનું ગુજરાતની ધરતી પર ધમાકેદાર પર્ફોર્મન્સ

ગુજરાતની ધરતી પર પ્રથમ વખત 27-28 જાન્યુઆરીએ યોજાયેલા પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડની હસ્તીઓ રંગ જમાવ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો હતો. ટેકનિકલ પુરસ્કારો શનિવારે આપવામાં આવ્યા હતા અને અન્ય પુરસ્કારો રવિવારે આપવામાં આવ્યા હતા. એવોર્ડ શોમાં કરીના કપૂર ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જ્હાન્વી કપૂર,

Read More...

ટેલિવિઝનના પડદે પ્રાચીન ગ્રંથો આધારિત સીરિયલોનો દબદબો રહેશે

ચાલીસેક વર્ષ અગાઉ મનોરંજન માટે ટેલિવિઝનનું એક આગવું મહત્ત્વ હતું. તે વખતે દર્શકો ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાચીન વિષયો આધારિત સીરિયલોને પણ પસંદ કરતા હતા. ધીરે-ધીરે આવા વિષયક સીરિયલો તરફનું આકર્ષણ ઘટતું ગયું હતું. નવી પેઢીના દર્શકો સાંસ્કૃતિક, ધાર્મિક કે ઐતિહાસિક વારસાથી છૂટા પડી ગયા હતા.

Read More...

સુભાષ ઘાઇ શૉ મેન કેમ કહેવાયા?

બોલીવૂડમાં એવા ઘણા પડદા પાછળના ફિલ્મકારો છે કે, જેમણે જે સપનું જોયું તે તો પૂર્ણ ન થયું હોય, પણ હકીકતમાં તેમણે જે મેળવ્યું હોય તે સપના જેવું લાગે છે. નાગપુરથી અભિનય માટે મુંબઈ પહોંચેલો એક યુવક અભિનયમાં તો સફળ ન થયા પરંતુ ડાયરેક્ટર તરીકે સુપરહીટ સાબિત થયા. રાજ કપૂર પછી તેમને શૉ મેનનું બિરુદ મળ્યું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store