ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલે વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ માટેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે તેના આઠ નોમિનીનું નામ આપ્યું છે, જેના પર વિન્ધામની 2024 શેરહોલ્ડર મીટિંગમાં મતદાન કરવામાં આવશે. હર્ષા હોસ્પિટાલિટી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન જય શાહ સહિતના નોમિનીઓ વિન્ધામને હસ્તગત કરવા માટે ચોઈસની બિડને સમર્થન આપે તેવી અપેક્ષા છે.

આના જવાબમાં વિન્ધામે જણાવ્યું હતું કે તે હિસાબી છણાવટના ભાગ રૂપે નોમિનીનું મૂલ્યાંકન કરશે, પરંતુ તેણે એમ પણ કહ્યું કે નોમિનીઓને “તેમની ઓફરને આગળ વધારવા માટે જ પસંદ કરવામાં આવ્યા હતા.” શાહની સાથે, ચોઈસના નોમિનીઓમાં છે:

• બિઝનેસ કન્સલ્ટિંગ ફર્મ બેનેટ વેસ્ટ એલએલસીના સ્થાપક અને સીઇઓ બાર્બરા બેનેટ
• ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ કન્સલ્ટિંગ ફર્મ લિબરેશન ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપના સ્થાપક, ચેરમેન અને સીઇઓ ઇમેન્યુઅલ પર્લમેન
• ડિજિટલ કોમર્સિયલ એડવાઇઝર કે જેમણે 2011 થી 2014 સુધી ઑનલાઇન શોપિંગ સેવા શોપ રનરના ચીફ સ્ટ્રેટેજિસ્ટ ઓફિસર તરીકે સેવા આપનારા ફિયોના ડાયસ
• રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ગ્લોબલ નેટ લીઝ, ઇન્ક.ના સીઇઓ જેમ્સ નેલ્સન
• ફૂડ પેકેજિંગ અને પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ એક્સપોર્ટર ‘XPORTS Inc.ના સ્થાપક, ચેરમેન અને સીઇઓ નાના મેન્સાહ
• બાયઆઉટ ફંડ સલાહકાર અને પ્રાયોરી કેપિટલ પાર્ટનર્સના સ્થાપક અને સહ-મેનેજિંગ પાર્ટનર સુસાન શ્નાબેલ.
• બુરાનીર કેપિટલ એડવાઈઝર્સ એલએલસીના બિઝનેસ એડવાઇઝરીના વિલિયમ ગ્રાઉન્ડસ

“આ નોમિનીઓ હોસ્પિટાલિટી અને ફ્રેન્ચાઇઝીંગ ક્ષેત્રોમાં ઊંડી નિપુણતા સહિત સંબંધિત ઉદ્યોગોમાં વ્યાપક સ્તરની કુશળતા ધરાવતા સાબિત આગેવાનો છે,” એમ ચોઇસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન સ્ટુઅર્ટ બેનમે જણાવ્યું હતું. બોર્ડના અનુભવથી વિન્ધામ શેરધારકોને ઘણો ફાયદો થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ચૂંટાયા તો, નોમિનીઓ વિન્ધામના શેરધારકોના સર્વશ્રેષ્ઠ હિતોની સેવા કરવા માટે તેમના સ્વતંત્ર નિર્ણયનો ઉપયોગ કરશે, જેના અંગે ચોઈસ માને છે કે સંયોજન દ્વારા તેમના માટે નિર્માણ કરી શકાય તેવા મૂલ્યને મહત્તમ કરવા માટે આગળ વધવું છે..”

ચોઈસે ગયા અઠવાડિયે વિન્ધામ પર સોદા માટે ફેડરલ ટ્રેડ કમિશનની મંજૂરી પસાર કરવાની સોદાની સંભાવના વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો હતો, તેણે જણાવ્યું હતું કે તેના નોમિની “ફ્રેન્ચાઈઝીંગ મોડલની ઘોંઘાટને સમજે છે અને વધતા જતાં કાર્યકારી ખર્ચ, મોટી હોટેલ ચેઈન્સનના લીધે વધતા દબાણનો સામનો કરે છે. તેની સાથે ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓની સ્પર્ધાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

“વિન્ધામ બોર્ડની ચૂંટણી માટે સ્વતંત્ર, ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોના આ અનુભવ સાથે, વિન્ધામ શેરધારકોને બોર્ડ દ્વારા પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, જે શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવાની તેમની વિશ્વાસુ ફરજ પૂરી કરશે અને કોઈપણ અને તમામ માર્ગો પર વિચાર કરશે, એમ ચોઈસના પ્રેસિડેન્ટ અને સીઈઓ પેટ્રિક પેસિયસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

9 − 5 =