વર્ષ 2020ની મધ્યમાં યુકેની વસ્તી લગભગ બે દાયકાના ગાળામાં તેની ધીમી ગતિએ વધી હતી. તો બીજી તરફ કોવિડ-19 રોગચાળો 1993 પછી માઇગ્રન્ટ્સ લોકોના પ્રથમ ચોખ્ખા વાર્ષિક પ્રવાહનું કારણ બન્યો છે, એમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે તા. 16ના રોજ જણાવ્યું હતું.

યુકેની વસ્તી 2019ના 66.8 મિલિયન પરથી ઘટીને ગયા વર્ષના મધ્યમાં 67.1 મિલિયન થઇ હતી. જે 2003 પછીની સૌથી નબળી વાર્ષિક વૃદ્ધિ છે. કોવિડ-19 એ બ્રિટનમાં 127,000થી વધુ લોકોનો જીવ લીધો છે, જે યુરોપમાં સૌથી વધુ છે. તેનાથી ઓછામાં ઓછો અસ્થાયીરૂપે, બ્રિટનમાં માઇગ્રેશનમાં તીવ્ર ઘટાડો થયો હોવાનું પણ દેખાય છે.

પ્રકાશિત કામચલાઉ આંકડા મુજબ, વર્ષ 2019ના મધ્યમાં યુકેનો વસ્તી વૃદ્ધિ દર વર્ષના 0.54 ટકાથી ઘટીને 2020ના મધ્યમાં 0.47 ટકા થઈ ગયો છે. બ્રિટનમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ 2011 અને 2016માં 0..8 ટકા વટાવી ગઈ છે, જે ખાસ કરીને ઇસ્ટર્ન અને સાઉધર્ન યુરોપમાંથી ઉચ્ચ નેટ માઇગ્રેશન દર્શાવે છે. નીચા કુશળ માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા ઇયુમાંથી બહાર નીકળ્યા બાદ, બ્રિટને આ વર્ષની શરૂઆતમાં સખત ઇમિગ્રેશન નિયમો રજૂ કર્યા હતા.