પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પેન્સિલવેનિયામાં શનિવારે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઈને પુલ સાથે અથડાઈ જતાં અકસ્માતમાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનની આગળની સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઇજા પહોંચી હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોમવારે X ના રોજ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓ માનવ પટેલ (20) અને સૌરવ પ્રભાકર (23)એ જીવ ગુમાવ્યા તે દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે જાણીને ખૂબ દુઃખ થયું છે. કોન્સ્યુલેટ પરિવારોના સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

મીડિયા અહેવાલ મુજબ, બ્રેકનોક ટાઉનશીપમાં પેન્સિલવેનિયા ટર્નપાઈક પર શનિવારે સવારે 7 વાગ્યે એક વાહન અકસ્માતમાં યુવાન વિદ્યાર્થીઓના મોત થયા હતાં.લેન્કેસ્ટર કાઉન્ટી કોરોનર ઓફિસ અને પેન્સિલવેનિયા રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર, પટેલ અને પ્રભાકરનું વાહન ઝાડ સાથે અથડાતા અને પુલ સાથે અથડાતા તેમનું મૃત્યુ થયું હતું. પ્રભાકર વાહન ચલાવી રહ્યો હતો.અનેક ઇજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

LEAVE A REPLY