પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર એરબેઝ પર સશસ્ત્ર દળોના જવાનોને મળ્યા.(@narendramodi via PTI Photo)

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયાના ગણતરીના દિવસોમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત કરી હતી. આદમપુર બેઝ દેશનો બીજો સૌથી મોટો એરબેઝ છે.

ભારતના “ઓપરેશન સિંદૂર” પછી 9 અને 10 મેની રાત્રે પાકિસ્તાની એરફોર્સે આદમપુર એરબેઝ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને દાવો કર્યો હતો કે JF-17 ફાઇટર જેટથી છોડવામાં આવેલી તેની હાઇપરસોનિક મિસાઇલોએ આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો.

જોકે પીએમ મોદીએ S-400 મિસાઇલ સ્ટેકને સાથે સલામી આપતો ફોટો શેર કરીને પાકિસ્તાનના દાવાને ખોટો પુરવાર કર્યો હતો.

એરબેઝ પર સૈનિકોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “ભારત માતા કી જય” ફક્ત એક સૂત્ર નથી, પરંતુ દેશના સૈનિકો દ્વારા રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરવાની પ્રતિજ્ઞા છે અને ઓપરેશન સિંદૂર પછી તેમની બહાદુરીની ગાથાઓ ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગઈ છે. આપણા સશસ્ત્ર દળો પરમાણુ બ્લેકમેલનો હવા કાઢી નાંખી ત્યારે આપણા દુશ્મનો પણ ‘ભારત માતા કી જય’નું મહત્વ સમજવા લાગ્યાં છે.

LEAVE A REPLY