ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેતી પત્ની અનુષ્કા શર્માએ મંગળવાર, 13 મે, 2025, મથુરામાં શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ ખાતે પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતાં. (PTI Photo)

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, મંગળવારે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી અને આશીર્વાદ લીધા હતાં.

આ દંપતીએ વરાહ ઘાટ પાસે આવેલા શ્રી રાધા કેલી કુંજ આશ્રમમાં ત્રણ કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. તેમની આધ્યાત્મિક વાતચીત પછી, કોહલીએ આશ્રમ દ્વારા સંચાલિત અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દંપતીએ પ્રેમાનંદજી મહારાજના ગુરુ ગૌરાંગી શરણ મહારાજના નજીકના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. અગાઉની કોહલીએ 10 જાન્યુઆરી 2025 અને 4 જાન્યુઆરી, 2023એ આ આશ્રમની મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY