Britain's Prime Minister Sir Keir Starmer (Photo by Christopher Furlong/Getty Images)

વડા પ્રધાનનું કાર્યાલય નંબર 10  ગેરકાયદેસર સ્થળાંતરના સંકટને પહોંચી વળવાના નવા પ્રયાસમાં બ્રિટનમાં દરેક પુખ્ત વયના લોકોને ડિજિટલ આઈડી કાર્ડ આપવાના પ્રસ્તાવોની તપાસ કરી રહ્યું છે. કેટલાક કેબિનેટ મંત્રીઓ ‘બ્રિટકાર્ડ’ના થિંક ટેન્કના પ્રસ્તાવને સમર્થન આપે છે.

ટોની બ્લેરની લેબર સરકાર દ્વારા 2006માં ફરજિયાત આઈડી કાર્ડ રજૂ કરવાના પ્રયાસોનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ નવા “બ્રિટકાર્ડ”નો ઉપયોગ બ્રિટનમાં રહેવા અને કામ કરવા તથા બેનીફીટ મેળવવાનો હક્ક તપાસવા અને વેલ્ફેર છેતરપિંડી પર કડક કાર્યવાહી કરવા માટે પણ થઈ શકે છે. આ કાર્ડને સ્માર્ટફોન પર સેવ કરી શકાશે.

આ યોજનાનું સંખ્યાબંધ કેબિનેટ મંત્રીઓ સમર્થન કરે છે. બ્રિટન અને આયર્લેન્ડ યુરોપમાં એકમાત્ર એવા દેશો છે જેમની પાસે ID કાર્ડ સિસ્ટમ નથી. ટીકાકારો દલીલ કરે છે કે આ કારણે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે બ્રિટન આકર્ષક બન્યું છે. કાર્ડના પગલે ગેરકાયદેસર રહેતા લોકો માટે નોકરી કે ઘર મેળવવાનું મુશ્કેલ બનશે.

LEAVE A REPLY