LONDON, ENGLAND - JUNE 6: Britain's opposition Conservative Party leader Kemi Badenoch delivers a speech on June 6, 2025 in London, England. The Conservative Party leader gave a speech on illegal immigration and announced that her party would conduct a review of whether Britain should leave the European Convention on Human Rights. (Photo by Carl Court/Getty Images)

બુરખા પર પ્રતિબંધ મૂકવા બાબતે રિફોર્મના ચેરમેન ઝિયા યુસુફે રાજીનામુ આપ્યા બાદ ટોરી નેતા કેમી બેડેનોકે શરિયા કોર્ટ અને ફર્સ્ટ-કઝીન મેરેજ પર પ્રતિબંધનો મુદ્દો છેડીને ઓફિસ કે વર્ક પ્લેસ બોસીસને સ્ટાફને બુરખા અને અન્ય ચહેરો ઢાંકતા આવરણો મૂકવા પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર હોવો જોઈએ એમ કહ્યું હતું.

ધ ટેલિગ્રાફ સાથેની એક મુલાકાતમાં બેડેનોકે કહ્યું હતું કે બુરખા પહેરવા કરતાં એકીકરણની આસપાસના વધુ મુદ્દાઓ ઉકેલવા જોઈએ. તેમણે એકીકરણ માટે “કપટી” અવરોધ તરીકે કામ કરવા બદલ શરિયા કોર્ટ અને ફર્સ્ટ-કઝીન મેરેજ પર પણ પ્રહારો કર્યા હતા.

તેણીએ કહ્યું હતું કે ‘’જો લોકો ચહેરો ઢાંકીને આવશે તેમને મારા મતવિસ્તારની સર્જરીમાં પ્રવેશવાની મંજૂરી આપીશ નહીં. મને ચહેરો નહિં બતાવનાર લોકો સાથે હું વાત કરતી નથી. હું માનું છું કે અન્ય લોકો પાસે પણ આ નિયંત્રણ હોવું જોઈએ. સંસ્થાઓ નક્કી કરી શકે છે કે તેમના સ્ટાફ શું પહેરે છે; તે એવી બાબત ન હોવી જોઈએ કે જેને લોકો ઓવરરાઇડ કરી શકે. જો કે બુરખા પર પ્રતિબંધ મૂકવાથી સ્પષ્ટપણે બાબતો ઠીક થશે નહીં.”

બેડનોકે કહ્યું હતું કે ‘’બુરખા પર પ્રતિબંધ લાગુ કરવાથી પોલીસ સંસાધનોનો બગાડ થશે. શરિયા કોર્ટ અને પિતરાઈ સાથેના લગ્ન જેવી બાબતો વધુ સમસ્યાઓ પેદા કરે છે. મારા મતે લોકોને તેઓ જે ઇચ્છે છે તે પહેરવાની મંજૂરી આપવી જોઈએ, તેમના પતિ કે સમુદાય શું કહે છે કે તે મુજબ નહીં.”

શુક્રવારે એક ભાષણ દરમિયાન, તેમણે કહ્યું હતું કે ‘’હું હવે વિચારી છું કે ઇમિગ્રેશન પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે આપણે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ (ECHR) છોડવાની જરૂર પડશે. હું ડિજિટલ ID કાર્ડ માટે સહમત છું.’’

LEAVE A REPLY