ભારતનું ફોરેક્સ રીઝર્વ 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં 2.703 બિલિયન ડોલર વધીને 698.192 બિલિયન ડોલર નોંધાયું હતું. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના સપ્તાહે વિદેશી હુંડિયામણ 1.183 બિલિયન ડોલર ઘટીને 695.489 બિલિયન ડોલર થયું હતું. 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 1.316 બિલિયન ડોલર વધીને 588.926 બિલિયન ડોલર થઈ હતી. ગોલ્ડ રીઝર્વ 1.206 બિલિયન ડોલર વધીને 85.704 બિલિયન ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 5.5 કરોડ ડોલર વધીને 4.753 બિલિયન ડોલર નોંધાયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 12.6 કરોડ ડોલર વધીને 18.809 બિલિયન ડોલર થયું હતું.
