Man with fat belly in dieting concept. Overweight man touching his fat belly and want to lose weight
– હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે. પરંતુ ઘણા ભારતીય પરિવારો માટે તે વધારે જટીલ બાબત છે. આધુનિક વિજ્ઞાને હવે એ વાતનો ખુલાસો કર્યો છે જે પહેલા છુપુ જોડાણ હતું કે ઘણા બધા તબીબોને આ સમજાવવાની તાલીમ નહોતી અપાઇ કેઃ મેદસ્વિતા પહેલા ક્રોનિક ઇન્ફ્લેમેશનની સમસ્યા થતી હોય છે.
આ પ્રકારનું ઇન્ફ્લેમેશન એક ચોર જેવું, ધીમું, સાઇલન્ટ અને ખુબ જ નુકસાનકારક હોય છે. તે પેટમાં શરીરોના અવયવોને ફરતે થાય છે અને સમગ્ર શરીરમાં ફેલાય છે. આગળ વધતા તેનાથી લિવરને નુકસાન, ડાયાબિટીસ, હૃદય રોગ, ગટ ઇસ્યૂ, બ્રેઇન ફોગ, હોર્મોનમાં વિક્ષેપ અને કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ પણ વધે છે.
બીજા શબ્દમાં કહીએ તો મેદસ્વિતાએ માત્ર સાઇઝની વાત નથી. તે આંતરિક અગ્નિનો બાહ્ય સંકેત છે.
ભારતીયોના શરીરમાં છુપાયેલું જોખમ
ભારતીયો જીનેટિક દૃષ્ટીએ જ પોતાના પેટમાં વધારે ચરબીનો સંગ્રહ કરી શકે તેવી સંભાવના છે, ખાસ કરીને લીવર અને પેનક્રિયાસની આસપાસ. તમારું એકંદર વજન સામાન્ય હોય તો પણ તેવું થઇ શકે છે. તે TOFI (થિન આઉટસાઇડ, ફેટ ઇનસાઇડ) તરીકે ઓળખાય છે. ઘણા લોકો બહારથી સ્વસ્થ અને નિરોગી દેખાતા હોય તેમને પણ શરીરની અંદરની બળતરાનો અનુભવ થતો હોઇ શકે છે. અહીં સૌથી ખરાબ વાત એ છે કે આ ચરબી રક્તપ્રવાહ થકી રાસાયણિક મેસેજ આપે છે જે હોર્મોન્સ, ઇન્સ્યૂલીન અને ઇમ્યૂન સિસ્ટમમાં હસ્તક્ષેપ કરે છે. અને આ રીતે તે ઉચ્ચ બ્લડ સુગર, હાઇ બ્લડ પ્રેશર, તેમજ કોલેસ્ટેરોલના ઉંચા સ્તર સુધી દોરી જાય છે, જેના અંતે જે તે અંગને નુકસાન થાય છે.
મેદસ્વિતાએ માત્ર પરિણામ નથી. ઘણા કેસોમાં તે ચયાપચયની ક્રિયામાં અંધાધૂંધીના લક્ષણ છે.
ભારતીય ભોજનઃ બેધારી તલવાર
આપણે આપણા પરંપરાગત ભોજન વિષે ગર્વ લઇએ છીએ અને તેમ કરવું સાચું છે. ભારતીય રાંધણકળામાં વિશ્વના સૌથી શક્તિશાળી દાહ વિરોધી ઘટકો જેવા કે હળદર, આદુ, જીરું, મેથી, ધાણા સહિતની વસ્તુઓ હોય છે. પરંતુ આધુનિક ભારતીય ખાનપાને અલગ જ વળાંક લીધો છે.
ઘણા દૈનિક ભોજન હવે નીચેની બાબતો પર આધાર રાખે છે
રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ (સફેદ ચોખા, મેંદો, ખાંડ)
ફ્રાઇડ સ્નેક્સ, ખાસ કરીને તે નાસ્તા જે એકથી વધુ વાર વપરાયેલા તેલમાં ફ્રાય કરેલા હોય.
દિવસમાં મીઠી ચાનું સેવન વધુ પડતું કરવું
ડેરી ફેટ્સ (ઘી, પનીર, ક્રીમ) નો વધારે પડતો ઉપયોગ.
ભોજનમાં શાકભાજી, કઠોળ અને આથાવાળા ભોજનનો અભાવ.
પહેલા જે વસ્તુ આપણને સાજા કરતી હતી તે હવે નુકસાન કરે છે. પરિણામ? બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધવું, પુખ્ત લોકો ડાયાબિટીસનો શિકાર થાય અને એકથી વધારે અવયવોની બીમારીમાં સપડાય. આ બાબતો ગ્રામ્ય ભારત અને શહેરી ભારતીય અમેરિકન પરિવારોમાં પણ જોવા મળે છે.
 બળતરા-મેદસ્વિતા તે કઇ રીતે થાય છે
1.    લો ગ્રેડ ઇન્ફ્લેમેશન ટેન્શન, અપુરતી કે નબળી ઊંઘ, બેલી ફેટ તેમજ પોષક તત્વો વિનાના આહારને કારણે થાય છે.
2.  તેના કારણે હોર્મોન્સનું સંતુલન બગડે છે, ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ થવાની સાથે જ વજન વધે છે. ખાસ કરીને શરીરના અંગોની આસપાસ.
3.  જેમ-જેમ ચરબી એકઠી થાય છે તેમ-તેમ વધારે બળતરા થવા લાગે છે.
4. અવયવો સંઘર્ષ કરવા લાગે છે. બ્લડપ્રેશર વધે છે. બ્રેઇન ફોગ અને થાકની અનુભૂતિ થવા લાગે છે.
આરોગ્ય સંકટ સામે ન આવે ત્યાં સુધી દુષ્ચક્ર અદૃશ્ય રહેતું હોય છે.
તમે શું કરી શકો છો?
તેની શરુઆત આ બાબતની ઓળખ સાથે થાય છે કે ખોરાક કે ભોજન માત્ર સંસ્કૃતિ નથી બલ્કે તે કેમિસ્ટ્રી પણ છે. ભોજનના ઘટકો, રાંધવાની રીત અને સાઇઝમાં સરળ પરિવર્તન કરવાથી નોંધપાત્ર રીતે બળતરા ઘટી શકે છે. આપણે આજે જે આરોગીએ છીએ તે આજથી 10 વર્ષ પછીના આપણા આરોગ્યને આકાર આપે છે. અને સારા સમાચાર? તમારે ભારતીય ભોજનનો ત્યાગ કરવાની જરૂર નથી. બસ તેના હિલીંગ રૂટ તરફ પાછા વળો. મેં આ બાબત ધ કમ્પ્લીટ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગાઇડમાં જણાવી છે. અને તેથી જ મેં ધ કમ્પ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડ લખી હતી. આરોગ્યની ભેટ તરીકે, હું 4 અને 5 જુલાઇના રોજ 48 કલાક માટે કિન્ડલ એડિશનને વિનામૂલ્યે તે ઓફર કરી રહ્યો છે. તમે તે વખતે તે ડાઉનલોડ કરી લેશો તો તે વાંચન માટે તમારું રહેશે.

આ પુસ્તક તા. 4 અને 5 જુલાઈ દરમિયાન કિન્ડલ પર મફત મળી શકશે

જો તમે થાક, હઠીલા વજન, દુખાવો, અથવા બહુવિધ અવયવોને અસર કરતી ક્રોનિક બીમારીના ચિહ્નો ધરાવો છો? તે બળતરા હોઈ શકે છે.

સંપૂર્ણ બળતરા વિરોધી માર્ગદર્શિકા બતાવે છે કે આ સમસ્યાઓના મૂળમાં શાંત બળતરા કેવી હોઈ શકે છે – અને નુકસાનને ઉલટાવી દેવા માટે તમે શું કરી શકો છો.

આ વ્યવહારુ, વિજ્ઞાન આધારિત પુસ્તક તમને વધુ સારું ખાવામાં, સારી ઊંઘ લેવા, વધુ અસરકારક રીતે હલનચલન કરવામાં અને અંદરથી સાજા થવામાં મદદ કરે છે.

આ પુસ્તક મર્યાદિત સમય માટે  – 4 અને 5 જુલાઈ દરમિયાન કિન્ડલ પર મફત મળી શકશે. આ માટે કોઈ કિન્ડલ ગેઝેટની જરૂર નથી. તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર પર મફત કિન્ડલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તે માટે કિન્ડલ અનલિમિટેડ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી.

પુસ્તક એમેઝોન પરથી ખરીદી શકશો: https://amzn.eu/d/7XxHbLH

 

 

 

 

LEAVE A REPLY