Back pain, woman with backache on beige background, studio shot
અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સમગ્ર અમેરિકામાં વસતા સંખ્યાબંધ ભારતીય પરિવારો આ પ્રસંગની ઉજવણી, એકબીજા સાથે મળીને, સારું ભોજન લઇને અને વિદેશમાં પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા અને તકો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરીને ઉજવણી કરશે.
પરંતુ હું તમને થોડી વધુ ગહન બાબત વિશે પૂછી રહ્યો છું.
જો આપણે પીડા, થાક, તણાવ અથવા બીમારીના ભય વિના જીવી ન શકતા હોઇએ તો પછી રાષ્ટ્રીય સ્વતંત્રતામાં શું સારું છે?
અહીં અને ભારત બંને સ્થળોએ આપણા પૈકીના ઘણા બધા લોકો પીડાઇ રહ્યા છે. આપણે સુઇને ઉઠીએ ત્યારે થાકેલા હોઈએ તેમ લાગે છે. આપણે બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ અથવા ડાયાબિટીસ માટે દવાના આધારે જીવીએ છીએ. આપણે બસ ઉમર સંબંધિત તકલીફ અથવા તો સામાન્ય તણાવ હોવાનું કહીને તેમને અવગણીએ છીએ. પરંતુ વાસ્તવમાં આપણે સાચું કારણ જાણી શકયા નથી. અને તે ગુપ્ત દાહ કે બળતરા જ છે જે આપણા આરોગ્યને નુકસાન કરતી રહી છે.
બળતરાએ તમારા શરીરનું પ્રતિકારક તંત્ર છે. જ્યારે તમને કોઇ જગ્યાએ વાગવા કે ઈજા થવાથી ઘા થાય અથવા તમે વાઇરસ સામે લડતા હો ત્યારે ઇન્ફ્લેમેશન તમને સાજા થવામાં મદદ કરે છે. જો કે, આ પ્રતિભાવ સતત તણાવ, નબળા આહાર, ટોક્સિન અથવા પેટની ચરબીને કારણે નિરંતર બની જતો હોય ત્યારે તે તમારી વિરુદ્ધ થઇ જાય છે.
આ લો-ગ્રેડ સાઇલન્ટ ઇન્ફ્લેમેશન તમારા શરીરની અંદરના ટીસ્યૂને નુકસાન કરે છે. તે કેટલીક બીમારીઓનું મુખ્ય કારણ પણ બને છે, જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ, અલ્ઝાઇમર્સ, સાંધાનો દુખાવો અને આર્થરાઇટીસ
ફેટી લીવર.
કેટલાક કેન્સર પણ અને તે માત્ર શારીરિક બીમારી પર જ નથી અટકી જતું. ઇન્ફ્લેમેસન તમારી માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતા અને મસ્તિષ્કના આરોગ્યને પણ અસર કરે છે. તમન ચિંતા, હતાશા અને એટલું જ નહીં સરળતાથી ક્યાંક ભરાઇ ગયા હોય તેમ લાગતુ હોય તો પછી તે માત્ર હતાશા નથી બલ્કે તેના કરતા પણ કંઇ વધારે છે.
ભારતીય સમુદાયો જીનેટીક રીતે ઇન્સ્યૂલિન પ્રતિરોધકતા અને બેલી ફેટનો ભોગ બનવાની સંભાવના વધારે ધરાવતા હોય છે. એકદમ પાતળા હોય તેવા લોકોમાં પણ આ જોખમ વધારે હોય છે. આ બાબત આપણને ઇન્ફ્લેમેશન સંબંધિત બીમારીઓ થવાના ઊંચા જોખમમાં મુકે છે, ઘણીવાર તો અન્ય સમુદાયોની તુલનાએ એક દાયકા પહેલા જ.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને તળેલા (ફ્રાઈડ) નાસ્તા, તણાવપૂર્ણ શહેરી જીવન, બેઠાડુ નોકરી અને અપુરતી ઊંઘને કારણે આપણા શરીરને ખૂબજ વિપરિત અસર થતી હોય છે.
આપણે કામ કરી રહ્યા છીએ પરંતુ સમૃદ્ધ નથી, આપણે સામનો કરી રહ્યા છીએ પરંતુ આપણે મુક્ત નથી.
તમારું આરોગ્ય પરત મેળવો, તમારી સ્વતંત્રતા પાછી પ્રાપ્ત કરો.
તે આખરી હોય તે જરૂરી નથી.
ઇન્ફ્લેમેશનને સમજવુ પહેલું પગલું છે. તે પછીનું પગલું એક્શન છેઃ સરળ, વિજ્ઞાન સમર્થિત ટેવો જે ઇન્ફ્લેમેશન ઘટાડી શકે અને તમારી ઊર્જા, મૂડ અને ફોકસ પુર્નસ્થાપિત કરી શકે. અને તેથી જ મેં ધ કમ્પ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડ લખી હતી.
આરોગ્યની ભેટ તરીકે, હું 4 અને 5 જુલાઇના રોજ 48 કલાક માટે કિન્ડલ એડિશનને વિનામૂલ્યે ઓફર કરી રહ્યો છે. જો તમે તે વખતે તે ડાઉનલોડ કરી લેશો તો તે વાંચન માટે તમારું રહેશે.
આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે ઇન્ફ્લેમેશન અને મેદસ્વિતા કઇ રીતે એકબીજા સાથે નજીકથી જોડાયેલી છે અને કેટલાક ભારતીય ભોજન શા માટે આરોગ્ય સુધારે છે તો કેટલાક અન્ય તમને નુકસાન કરે છે અને તમને કોષ દર કોષ બીમાર પાડે છે.
ત્યાં સુધી યાદ રાખજો કે સાચી સ્વતંત્રતામાં શરીર અને મનમાં જોમ-જુસ્સા સાથે જીવન જીવવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.
(હેમંત પટેલ એક હેલ્થ એડવોકેટ, એજ્યુકેટર અને ભૂતપૂર્વ ફાર્મસી નેતા છે. તેઓ સમુદાયોને દરથી જ સાજા થઇ શકે તે મિશન સાથે સંસ્કૃતિ, જીવન શૈલી તેમજ ક્રોનિક બીમારીઓના ઇન્ટરસેક્શન વિશે લખે છે).

LEAVE A REPLY