– હેમંત પટેલ :(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
ક્રોનિક ઇન્ફ્લેમેશન (બળતરા) થી બીમારી તો આવે જ છે, તેના કારણે એકદમ આપણી જાણ કે સમજ સિવાય આપણું જીવન પણ ટુંકાય છે.
તે આપણા અંગોને નુકસાન કરે છે, હોર્મોન્સ વિખેરી નાખે છે, આપણા મસ્તિષ્કને ખરાબ કરે છે અને અંદરની તરફથી વૃદ્ધત્વ તરફની ગતિ વધારે છે. સમય જતા તેના કારણે એવી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે કે જેના કારકણે આપણું આરોગ્ય તેમજ પૌત્ર-પૌત્રીઓ સાથેનો આપણો આનંદમય હોવો જોઈએ તેવો સમય પણ દર્દભર્યો બની જાય છે.
સારા સમાચાર એ છે કે બળતરા – ક્રોનિક ઈન્ફલેમેશનને મ્હાત કરી આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર નિયંત્રણ પરત લેવા માટે જરાય મોડું નથી થયું.
આધુનિક વિજ્ઞાને પણ પરંપરાગત ભારતીય જ્ઞાન જે બાબત લાંબા સમયથી જાણતું હતું તેને અનુમોદિત કર્યુ છે. શરીરને જો સાચી સ્થિતિમાં રખાય તો તે આપમેળે જ પોતાનો ઉપચાર કરી શકે છે. અહીં પાંચ સરળ, શક્તિશાળી ટેવો દર્શાવી છે જે આપણી સંસ્કૃતિ અને રસોડામાં છે તેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બળતરા ઘટાડવામાં તેમજ જીવનશક્તિની પુર્નસ્થાપનામાં મદદ કરી શકે છે.
1. નમક પહેલા મસાલાઃ જીરું, હળદર, કાળા મરી, ધાણા, વરીયાળી, આદૂ અને લસણ માત્ર ફ્લેવર માટેની વસ્તુ નથી, તે બળતરા ઘટાડે છે, પાચનમાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ કરે છે અને તેમ કરીને તે આપણને મજબૂત બનાવે છે. આ મસાલાઓનો ઉપયોગ કરીને રોજ ભોજન રાંધો. એડિટિવ્ઝ અને નમક ભરેલા બજારું સ્પાઇસ મિક્સનો ઉપયોગ નિવારો.
2. ફાઇબર ફર્સ્ટઃ ભાત કે રોટલી ખાઓ તે પહેલા તમારી પ્લેટ ફાઇબરથી ભરી દો, જેમ કે રાંધેલા શાકભાજી, દાળ-કઢોળ, ફણગાવેલું અનાજ અથવા સલાડ. દરેક ભોજન પહેલા ફણગાવેલું અનાજ અને સલાડ ખાઓ. ફાઇબર તમારા ગટ માઇક્રોબ્સને ભોજન પુરુ પાડે છે, બળતરા શાંત કરે છે અને બ્લડ સુગર સંતુલિત કરે છે, તે પણ દવાઓ વિના.
3. નિયત સમયે ભોજન લોઃ આયુર્વેદ અને આધુનિક રીસર્ચ આ વાતે સંમત થાય છે કે તમે ક્યારે ભોજન લો છે તે પણ મહત્ત્વનું છે. સાંજનું ભોજન વહેલા લઇને અને 12-14 કલાકની ઓવરનાઇટ વિન્ડો રાખીને તમારા પાચન તંત્રને બ્રેક આપો. તેનાથી ચરબી બાળવામાં, ગટ રીપેરિંગમાં અને સારી ઊંઘ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
4. ભોજન બાદ ચાલવાનું રાખોઃ ભોજન લીધા બાદ 10 મિનિટ માટે પણ ચાલવાનું રાખો. તેનાથી તમારું બ્લડ સુગર નિયમિત રહેશે, બ્લોટિંગ ઘટશે અને મસ્તિષ્ક સ્પષ્ટ થશે. આ એક એવી પ્રાચીન પદ્ધતિ છે જે આધુનિક વિજ્ઞાને પણ સ્વિકારી છે.
5. આરામ કરોઃ આપણે જ્યારે સતત વિચારો, પ્રવૃત્તિઓથી ઘેરાયેલા હોઇએ ત્યારે હિલિંગ નથી થતું. તમે ગહન અને નિયમિત ઊંઘને પ્રાથમિકતા આપો. સ્ક્રીન વહેલી તકે બંધ કરો. સાંજના સમયે સ્ટીમ્યૂલન્ટ્સ ઘટાડો અને તમારા શરીરને કુદરતી રીતે જ રીપેરિંગ મોડમાં જવા દો.
આ ટેવો પાછળ કોઇ ખર્ચ થતો નથી. પરંતુ તેનૂ મૂલ્યુ આજીવનકાળનું હોય છે.
મારા પુસ્તક ધ કમ્પ્લીટ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગાઇડમાં, મેં આ પરંપરાઓ પાછળ રહેલું વિજ્ઞાન સમજાવ્યું છે અને સાથે જ તેમને દૈનિક જીવનમાં કઇ રીતે આવરી લેવાય તે માટે વાસ્તવિક માર્ગ સૂચવ્યા છે. તમે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરતા હો કે પછી વજન ઘટાડવાનો, થાકનો મુકાબલો કરતા હો અથવા લાંબુ જીવતા હો, આ ગાઇડ તમને પ્રેક્ટિકલ સ્ટાર્ટિંગ પોઇન્ટ આપે છે.
આપણે પરંપરાને પરિવર્તનમાં ફેરવીએ. હું તમને સામાન્ય માહિતીથી વ્યક્તિગત પરિવર્તન તરફ આગળ વધવામાં મદદ કરીશ.
મારા પુસ્તક ધ કમ્પ્લીટ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગાઇડમાં, મેં આ પરંપરાઓ પાછળ રહેલું વિજ્ઞાન સમજાવ્યું છે અને સાથે જ તેમને દૈનિક જીવનમાં કઇ રીતે આવરી લેવાય તે માટે વાસ્તવિક માર્ગ સૂચવ્યા છે. તમે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરતા હો કે પછી વજન ઘટાડવાનો, થાકનો મુકાબલો કરતા હો અથવા લાંબુ જીવતા હો, આ ગાઇડ તમને પ્રેક્ટિકલ સ્ટાર્ટિંગ પોઇન્ટ આપે છે.
આપણે પરંપરાને પરિવર્તનમાં ફેરવીએ. હું તમને સામાન્ય માહિતીથી વ્યક્તિગત પરિવર્તન તરફ આગળ વધવામાં મદદ કરીશ.
લેખક વિશેઃ હેમંત પટેલ એક હેલ્થ એડવોકેટ, એજ્યુકેટર અને પૂર્વ ફાર્મસી નેતા છે. તેઓ સમુદાયોને દરથી જ સાજા થઇ શકે તે મિશન સાથે સંસ્કૃતિ, જીવન શૈલી તેમજ ક્રોનિક બીમારીઓના ઇન્ટરસેક્શન વિશે લખે છે.
