યુકેમાં વરસાદના અભાવે જમીન સુકાઇ રહી છે અને ખેતી થઇ શકતી નથી. ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. બ્રિટનમાં એક સદીથી વધુ સમયનો સૌથી સૂકી વસંત ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને ખેતરમાં પાણીની અછતના કારણે પાકને નુકસાન થઇ રહ્યું છે. પૂર્વીય શહેર પીટરબરો નજીક લ્યૂક એબ્બલિટ્ટ નામના ખેડૂત તેમના 988 એકરના ખેતરની સ્થિતિ જોઇને દુઃખી છે, તેઓ પાણીની અછતમાં સુગર બીટ્સ અને બટાટાને ઉગાડવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ વિસ્તારમાં માર્ચથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. 36 વર્ષીય એબ્બલિટ્ટે જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ નથી કે હું ખેતરને કેવી રીતે સંભાળીશ, મને આશા છે કે અહીં થોડો વરસાદ પડશે, જો નહીં પડે તો મારે કંઇક જાદુ કરવો પડશે.’ બાજુના ખેતરમાં તેણે તેના પિતા ક્લાઇવની મદદથી બટાટાનું વાવેતર કર્યું છે, જે સુકાઇ ગયેલી માટી તોડવા માટે મહેનત કરી રહ્યા છે. નેશનલ વેધર એજન્સીના જણાવ્યા મુજબ, વસંત ઋતુની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 80.6 મિલિમીટર્સ (3.1 ઇંચ) વરસાદ પડ્યો છે, જેમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનાને આવરી લેવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વરસાદ 1852માં પડેલા 100.7 મિલીમીટરના અત્યાર સુધીના નીચલા સ્તરથી તે ઘણો ઓછો છે.

LEAVE A REPLY