અમેરિકાના વોશિંગ્ટનમાં 24 એપ્રિલે ભારતીય ટેક કંપનીના સીઈઓએ કથિત રીતે તેમના પુત્ર અને પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી અને પછી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના વોશિંગ્ટનના ન્યૂકેસલ સિટી વિસ્તારમાં બની હતી.
મૃતકોની ઓળખ 25 વર્ષીય હર્ષવર્ધન એસ કિક્કેરી, તેમની 44 વર્ષીય પત્ની શ્વેતા પન્યામ અને તેમના 14 વર્ષના પુત્ર તરીકે થઈ છે. ન્યૂકેસલમાં કિંગ કાઉન્ટી શેરિફ ઓફિસ (KCSO)ને ગોળીબારની જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. મેડિકલ એક્ઝામિનર્સ ઓફિસે પુષ્ટિ આપી હતું કે ગુનાના સ્થળે ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતું.
પડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે પરિવાર ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો. હર્ષવર્ધન મૂળ કર્ણાટકના માંડ્યા જિલ્લાના રહેવાસી હતાં. તેઓ મૈસુરમાં રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડના સ્થાપક અને સીઈઓ હતાં. તેમની પત્ની કંપનીના સહ-સ્થાપક હતાં.
રીપોર્ટ મુજબ હર્ષવર્ધન અને શ્વેતા 2017માં ભારત આવ્યા હતાં અને કંપની શરૂ કરી હતી. કોરોનાને કારણે કંપની બંધ થઈ ગઈહતી. સરહદ સુરક્ષા માટે રોબોટ્સનો ઉપયોગ કરવા માટે આ દંપતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતાં. હર્ષવર્ધન રોબોટિક્સમાં નિષ્ણાત હતાં.
