(ANI Photo)
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે મુંબઈને અમદાવાદ સાથે જોડતો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશા છે કે 2028ના અંત સુધીમાં તે પૂર્ણ થઈ જશે.
આ પ્રોજેક્ટમાં વિલંબ માટે અગાઉની રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારને જવાબદાર ઠેરવીને તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ સરકારે પ્રોજેક્ટને રોકવાનો નિર્ણય લીધો હતો. આના કારણે પ્રોજેક્ટમાં અઢી વર્ષનો વિલંબ થયો છે. જો આપણે બુલેટ ટ્રેન પર 70,000થી 80,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીએ તો અઢી વર્ષ માટે કામ પૂરું થશે.બીજી તરફ, ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પૂર્ણ થયું થયું છે. નવી સરકાર સત્તામાં આવ્યા પછી, અમે જરૂરી મંજૂરીઓ આપી છે અને કામ ઝડપથી શરૂ થયું છે. છેલ્લા અઢી વર્ષમાં કામ ઝડપથી ચાલી રહ્યું છે અને અમે જરૂરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

LEAVE A REPLY