ગુજરાતના 65મા સ્થાપના દિવસની ઉજવણી માટે ગુરુવાર પહેલી મેએ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની દ્રષ્ટિએ અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બન્યું છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને રાજ્યોના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને બંને રાજ્યોએ કરેલી ઝડપી વિકાસની પ્રશંસા કરી હતી. ભાષાના આધારે ભૂતપૂર્વ બોમ્બે રાજ્યના વિભાજન બાદ 1 મે, 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની રચના થઈ હતી.

દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંમાં સ્થાન ધરાવતા આ બે પશ્ચિમી રાજ્યો 1960માં ભૂતપૂર્વ બોમ્બે રાજ્યમાંથી અલગ થયા હતા. પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવતા મોદીએ કહ્યું હતું કે “રાજ્ય તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતા માટે અલગ તરી આવે છે. ગુજરાતના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે તેવી પ્રાર્થના.”

આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આદિવાસી પ્રભુત્વ ધરાવતા પંચમહાલ જિલ્લામાં 644 કરોડ રૂપિયાના 85 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ પંચામૃત ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકના નવા બનેલા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

રાજ્યમાં સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત ગૌરવ દિવસ તરીકે થઈ હતી. ગોધરા ખાતેના કાર્યક્રમમાં સ્થાપના દિવસ પર પોલીસ પરેડ, પોલીસ બેન્ડ અને શસ્ત્ર પ્રદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY