(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડનું રવિવાર, 30 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લંડનમાં ભારતીય હાઈ કમિશને મન કી બાતના 100મા એપિસોડનું વિશેષ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત ન્યૂયોર્કમાં ભારતીય કમ્યુનિટી સંગઠનોના સહકાર સાથે ભારતના કોન્સ્યુલેટ જનરલે એક ખાસ કાર્યક્રમ દરમિયાન ભારતીય-અમેરિકન અને ડાયસ્પોરા સમુદાયના સભ્યો માટે ‘મન કી બાત’ના 100મા એપિસોડના પ્રસારણનું આયોજન કર્યું હતું.

ભાજપ સત્તામાં આવ્યો ત્યારે પ્રથમ વખત 3 ઓક્ટોબર, 2014ના રોજ આ રેડિયો કાર્યક્રમ ચાલુ થયો હતો. ભાજપ શાસિત રાજ્યોએ મન કી બાતના 100મા એપિસોડની ઉજવણી માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી. પાર્ટી તેમના કાર્યાલય અને બૂથ પર વડાપ્રધાનના રેડિયો સંબોધનનું પ્રસારણ કર્યું હતું.

બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત અભ્યાસમાં જણાવાયું હતું કે મન કી બાત રેડિયો પ્રોગ્રામ એક “પ્રેરણાદાયી પ્લેટફોર્મ”માં પરિવર્તિત થયું છે જે ટકાઉ પ્રગતિને પ્રોત્સાહિત કરે છે. મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે મન કી બાત કોઈ કાર્યક્રમ નથી, તે મારા માટે શ્રદ્ધા, પૂજા અને વ્રત છે.

લોકો ભગવાનની પૂજા કરવા જાય છે ત્યારે તેઓ પ્રસાદનો થાળ લઈને આવે છે. મન કી બાત ભગવાનના રૂપમાં જનતા જનાર્દનના ચરણોમાં પ્રસાદના થાળ સમાન છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, એમપીના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ દેશના અલગ-અલગ સ્થળોએ ‘મન કી બાત’ સાંભળી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે હું ગુજરાતનો સીએમ હતો ત્યારે મારે સામાન્ય રીતે લોકો સાથે મળવાનું થતું હતું. 2014માં દિલ્હી આવ્યા પછી મેં જોયું કે અહીંનું જીવન અને કામની ફોર્મેટ અલગ છે. સુરક્ષાની વ્યવસ્થા, સમય મર્યાદા બધું જ અલગ છે. શરૂઆતના દિવસોમાં હું ખાલીપો અનુભવતો હતો. 50 વર્ષ પહેલાં ઘર એટલા માટે છોડ્યું ન હતું કે પોતાના જ દેશવાસીઓનો સંપર્ક કરી શકીશ નહીં. દેશવાસીઓ સર્વસ્વ છે અને તેમનાથી અલગ રહી શકું તેમ નથી. મન કી બાતે મને તક આપી.

પ્રસાર ભારતીની સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ સિવાય મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. તેમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલુચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે.

3 COMMENTS

 1. Its like you read my mind! You appear to know so
  much about this, like you wrote the book in it or something.
  I think that you can do with some pics to drive the
  message home a bit, but other than that, this is wonderful blog.
  An excellent read. I will certainly be back.

 2. Way cool! Some very valid points! I appreciate you
  penning this post and also the rest of the website is really good.

LEAVE A REPLY