Foreigners coming to India will no longer have to fill the Kovid form
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં ગયા વર્ષે કોરોના વાયરસ અને વિઝા અંગેના નિયંત્રણો હોવા છતાં અમેરિકાના 4.29 લાખ અને બાંગ્લાદેશના 2.4 લાખ નાગરિકો સહિત 15 લાખથી વધુ વિદેશીઓએ દેશની મુલાકાત લીધી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું 

ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે 2021 દરમિયાન વિદેશીઓના કુલ આગમનમાં દસ દેશોનો હિસ્સો 74.39 ટકા રહ્યો હતો, જ્યારે 25.61 ટકા વિદેશીઓ બાકીના દેશોમાંથી આવ્યા હતા. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2021 વચ્ચે કુલ 15,24,469 વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી હતી. 

આ સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લેનારા સૌથી વધુ વિદેશીઓ અમેરિકા હતા. તેમની  સંખ્યા 4,29,860 રહી  હતી. આ પછી બાંગ્લાદેશના 2,40,554,  બ્રિટનના 1,64,143, કેનેડાના 80,437 અને નેપાળના 52,544 નાગરિકો ભારતમાં આવ્યા હતા. 

અધિકારીએ જણાવ્યું હતું કે 2021 દરમિયાન અફઘાનિસ્તાનના 36,451 નાગરિકો, ઓસ્ટ્રેલિયાના 33,864 નાગરિકો, જર્મનીના 33,772, પોર્ટુગલના 32,064 અને ફ્રાન્સના 30,374 નાગરિકોએ ભારતની મુલાકાત લીધી હતી. 

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 25 માર્ચ 2020થી સ્થગિત કરાઈ હતી. 31 મે સુધી ત્રણ વખત લંબાવવામાં આવી હતી. સરકારે જૂન 2020થી ધીમે ધીમે વિવિધ પ્રવૃત્તિઓ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી, પરંતુ 2020ના બાકીના મહિનાઓ અને 2021ના કેટલાક મહિનાઓ સુધી ઘણા નિયંત્રણો ચાલુ રહ્યા હતા. 

ભારતે 25 માર્ચ 2020થી 27 માર્ચ 2022 સુધીના બે વર્ષ માટે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્થગિત કરી હતી. આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માત્રએર-બબલવ્યવસ્થા હેઠળ સંચાલિત કરવામાં આવી હતી. કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી ભારતમાં પ્રવાસ કરતા વિદેશીઓ પર પણ વિઝા પ્રતિબંધો હતા. 

કોરોનાના નિયંત્રણમાં લેવા ગૃહ મંત્રાલયે ફેબ્રુઆરી 2020થી ભારત અને વિદેશ એમ બંને નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર નિયંત્રણો મૂક્યા હતા. કેન્દ્ર સરકારે મે 2020થી તબક્કાવાર રીતે વિઝા અને ટ્રાવેલ નિયંત્રણો હળવા કર્યા છે. 

 

LEAVE A REPLY

five × 1 =