ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણ વર્ષમાં રોડ અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના સંદર્ભમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬,૭૬૦ મૃત્યુ થયા હતા. અમદાવાદમાં ત્રણ વર્ષમાં ૫,૪૯૫, રાજકોટમાં ૩,૯૩૪ અને વડોદરામાં ૨,૦૯૮ મૃત્યુ થયા  હતા.

કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા ટાંકતા જણાવ્યું છે કે, ગત વર્ષ ૨૦૨૨માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવેમાં અકસ્માતમાં ૧,૯૯૧ મૃત્યુ થયા હતા.જ્યારે વર્ષ ૨૦૨૧માં ઓવર સ્પીડિંગમાં ૧,૯૭૧, વર્ષ ૨૦૨૦માં ૧,૭૧૮ અને વર્ષ ૨૦૧૯માં ૧૮૨૪ મૃત્યુ થયા. વર્ષ ૨૦૨૨માં રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે અકસ્માતથી ૬૨ મૃત્યુ થયા જ્યારે વર્ષ ૨૦૨૧માં ૬૩, વર્ષ ૨૦૨૦માં ૬૩ અને વર્ષ ૨૦૧૯માં ૬૨ મૃત્યુ થયા હતા.

LEAVE A REPLY