(PTI Photo)

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વડપણ હેઠળ વિરોધ પક્ષોએ INDIA નામનું ગઠબંધન બનાવ્યું છે ત્યારે આ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા નામ માટે તેઓ પોતાના વખાણ કરતા રહે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ઈસ્ટ ઈન્ડિયા કંપની. ઈન્ડિયન મુજાહિદ્દીન. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા – આ નામોમાં પણ ઈન્ડિયા છે. માત્ર ઈન્ડિયા નામનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી. માત્ર દેશના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી ન શકાય.

વડાપ્રધાન મોદીએ વિપક્ષને દિશાવિહીન ગણાવ્યો હતો. વડા પ્રધાને વિપક્ષને “પરાજિત, થાકેલો, નિરાશાજનક, મોદી વિરોધ એમ એક મુદ્દાનો એજન્ડા ધરાવતો ગણાવ્યો હતો.  મોદીએ જણાવ્યું હતું કે તેમનું વર્તન દર્શાવે છે કે તેઓએ વિપક્ષમાં રહેવાનું મન બનાવી લીધું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોના સમર્થનથી ભાજપ 2024ની ચૂંટણી સરળતાથી જીતશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદીની ટિપ્પણીઓનો જવાબ આપતા જણાવ્યું હતું કે તમને ઇચ્છા થાય તે નામે અમને બોલાવો. મિસ્ટર મોદી. અમે ઇન્ડિયા છીએ. અમે મણિપુરના ઘા રુઝવવામાં તથા દરેક મહિલા અને બાળકના આંસુ લૂછવામાં મદદ કરીશું. અમે તમામ લોકો માટે પ્રેમ અને શાંતિ પાછી લાવીશું. અમે મણિપુરમાં ઇન્ડિયાના વિચારને ફરીથી બનાવીશું,

LEAVE A REPLY

8 + 10 =