પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ચીને પાકિસ્તાન માટે બનાવવામાં આવી રહેલી કુલ આઠમાંથી પ્રથમ હેંગર ક્લાસ સબમરીન લોન્ચ કરી હતી. અદ્યતન સ્ટીલ્થ સુવિધાઓ ધરાવતી આ સબમરીનમાં અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર્સ ફીટ કરવામાં આવ્યા છે અને તે ટાર્ગેટ પર પ્રહાર કરી શકશે.

શુક્રવારે વુચાંગ શિપબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી ગ્રૂપ (WSIG)ના શુઆંગલિયુ બેઝ ખાતે લોન્ચિંગ સમારોહમાં યોજવામાં આવ્યો હતો. તેમાં પાકિસ્તાન નેવીના વડા એડમિરલ નવીદ અશરફે હાજરી આપી હતી. ઇસ્લામાબાદ અને બેઇજિંગ વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે, જે મુજબ ચીન તેના મિત્ર પાકિસ્તાનને આઠ અત્યાધુનિક સબમરીન પૂરી પાડશે.

કુલ આઠ સબમરીનમાંથી ચારનું નિર્માણ WSIG કરશે. બાકીના ચાર કરાચી શિપયાર્ડ એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ ખાતે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી (ToT) કરાર હેઠળ બનાવવામાં આવશે.

આ પ્રસંગે બોલતા એડમિરલ અશરફે પ્રવર્તમાન ભૂ-વ્યૂહાત્મક વાતાવરણ અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના નેવીના સંકલ્પ હેઠળ દરિયાઈ સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. હેંગોર-ક્લાસ S/M પ્રોજેક્ટ પાક-ચીન મિત્રતામાં એક નવું પરિમાણ ઉમેરશે અને તે બે દેશો વચ્ચે મજબૂત લશ્કરી સહયોગ દર્શાવે છે.

આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં 6ઠ્ઠી હેંગર-ક્લાસ સબમરીનનું નિર્માણ કાર્ય ચાલુ થયું હતું. પાકિસ્તાન ચીન સાથે ગાઢ સૈન્ય સંબંધો ધરાવે છે. ગયા વર્ષે પાકિસ્તાન નેવીએ બે નવા બનેલા ચાઇનીઝ ટાઇપ 054 A/P ફ્રિગેટ્સને સામેલ કર્યા હતાં.

 

LEAVE A REPLY