ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહ્વાન બાદ હવે સત્રનું વિગતવાર માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે. આ બજેટ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અને ચર્ચાઓ માટે કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઈ 17 ફેબ્રુઆરીએ વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર તેવી શક્યતા છે. આ સત્ર દરમિયાન માત્ર નાણાકીય બાબતો જ નહીં, પરંતુ કેટલાક નિર્ણાયક વિધેયકો પણ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો તેજ બની છે કે સરકાર સમાન નાગરિક સંહિતા (UCC)ને લગતા કોઈ મહત્વપૂર્ણ પગલાં આ સત્રમાં લઈ શકે છે.

LEAVE A REPLY