ઘણા લોકો અનિચ્છા હોવા છતાં જોગિંગ કરવા અથવા જીમમાં જવા માટે લોકોને એકત્ર કરીને સાથે આવી પ્રવૃત્તિ કરતાં હોય છે. પરંતુ એક સંશોધનમાં જણાયા મુજબ, કસરત ન કરનારાઓને પણ જીવને નુકસાન થવાનું જોખમ રહેતું નથી. કારણ કે દિવસમાં માત્ર એક મિનિટની ઉત્સાહપૂર્વકની આવી પ્રવૃત્તિ લાંબા આયુષ્ય સાથે સંકળાયેલી છે.

સિડની યુનિવર્સિટીના પ્રોફેસર ઇમેન્યુઅલ સ્ટામાટાકિસના વડપણ હેઠળ થયેલા આ સંશોધનમાં, અંદાજે 51 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 3,300 જેટલા અમેરિકનોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે જીમમાં કોઇ કસરત ન કરી હોવાનું જણાવ્યું હતું. તેમની ગતિવિધિઓ રેકોર્ડ કરવા માટે તેમના હાથ પર ટ્રેકર પહેરવા જણાવાયું હતું. તેમના પરના આ સંશોધનમાં જણાયું હતું કે, જે લોકોએ દિવસમાં સીડીઓ ચઢવી, બાળકો પાછળ દોડવું અથવા ભારે શોપિંગ બેગ ઉઠાવવી વગેરે જેવી માત્ર એક મિનિટની સક્રિય ‘આકસ્મિક પ્રવૃત્તિ’ કરી હતી, તેમનામાં જેમણે કોઈ કસરત ન કરી હોય તેની સરખામણીએ આવનારા છ વર્ષમાં મૃત્યુ થવાનું જોખમ 38 ટકા ઓછું હતું. આ સંશોધકોએ જણાવ્યું હતું કે, ‘વયસ્ક ઉંમરના અમેરિકનોની શારીરિક પ્રવૃત્તિ પરિણામયુક્ત આરોગ્યલક્ષી ફાયદા સાથે જોડાયેલી હતી.

જોકે, આ અંગે કેટલીક ચેતવણીઓ સમજવી જોઇએ કે, આ પ્રકારનું સંશોધન-અભ્યાસ કારણ અને અસર દર્શાવતા નથી. એવું બની શકે છે કે, જે લોકો સીડી ચઢવાનું પસંદ કરે છે, તેઓ એસ્કેલેટર પસંદ કરતા લોકો કરતાં હકીકતમાં વધુ તંદુરસ્ત હોય છે. સંશોધકોએ આ તફાવતને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં અન્ય સંભાવનાઓ હજુ પણ રહેલી છે. એ બાબત પણ દૃઢતાથી સાબિત થઇ છે કે, વધુ કસરત તમારા માટે વધુ સારી છે
NHSના જણાવ્યા મુજબ, 19થી 64 વર્ષની ઉંમરના વયસ્ક લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ અથવા 75 મિનિટ વધુ તીવ્રતાથી શરીરને કસરત મળે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. જોકે, સંશોધકો એવા અભિપ્રાયના સમર્થનમાં પણ છે કે, ટૂંકા સમય માટે કરેલી કસરતથી પણ કેટલાક ફાયદા થઇ શકે છે.

અગાઉ સ્ટામાટાકિસના નેતૃત્ત્વમાં થયેલા સંશોધનમાં જણાયું હતું કે, જે લોકોએ દિવસમાં કુલ 4.5 મિનિટમાં ત્રણ કે ચાર કસરત કરતા હતા તેમની સાત વર્ષમાં હૃદયરોગથી મૃત્યુ પામવાની સંભાવના કસરત ન કરનારાની સરખામણીમાં 33 ટકા જેટલી ઓછી હતી. તેમનું કેન્સર અથવા અન્ય કોઈ બીમારીથી મૃત્યુ થવાની સંભાવના પણ અંદાજે 28 ટકા ઓછી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે, આવા આરોગ્યલક્ષી ફાયદા અન્ય સંશોધનોમાં જોવા મળ્યા હતા તે મુજબના જ હતા, જેમાં લોકોએ દર અઠવાડિયે 75-150 મિનિટની શારીરિક પ્રવૃત્તિ ઇરાદાપૂર્વક અલગથી કરી હતી.
નેચર મેડિસિન જર્નલમાં જાહેર થયેલા અગાઉના સંશોધનમાં 62 વર્ષની સરેરાશ વયના 25,000થી વધુ વયસ્ક ઉંમરના બ્રિટિશ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેઓ યુકે બાયોબેંક સંશોધન પ્રોજેક્ટમાં જોડાયેલા હતા. બાયોબેંકમાં જોડાયેલા લોકો પ્રમાણમાં તંદુરસ્ત હોય છે. નવા અભ્યાસની હજુ સમીક્ષા થઇ નથી, તેમાં એવા અમેરિકન વયસ્ક લોકોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમનું વજન વધારે હોય અથવા મેદસ્વી હોવાની સંભાવના વધુ હોય.
આ બંને અભ્યાસોના પરિણામોમાં તફાવત દર્શાવે છે. બ્રિટિશ સંશોધકોને વહેલા મૃત્યુના જોખમમાં લગભગ સમાન ઘટાડો કરવા માટે અમેરિકનો કરતાં વધુ સક્રિય પ્રવૃત્તિની જરૂર હોય તેવું જણાયું હતું, આ સ્થિતિ તે બે ગ્રુપ વચ્ચેના તફાવતને કારણે હોય શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો, જે લોકો ઓછા તંદુરસ્ત છે તેઓ ઓછી મહેનતથી વધુ લાભ મેળવી શકે છે, કારણ કે તેમણે વધુ સુધારો કરવાનો છે.

LEAVE A REPLY