યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના એક સંશોધનમાં જણાયું છે કે, જે લોકોએ બહાર મળતા તૈયાર ભોજન આરોગ્યું હતું તેની સામે ઘરમાં બનાવેલું ભોજન આરોગ્યું હતું તો તેનાથી તેમના વજનમાં બે ગણો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બંને, ભોજન વ્યવસ્થા NHSની સ્વસ્થ આહારની માર્ગદર્શિકા મુજબ સમાન હોવા છતાં આ તફાવત જોવા મળ્યો હતો. જોકે, મિનિમન પ્રોસેસ્ડ ફૂડ (MPF) આરોગવાનો ફાયદો મર્યાદિત હતો. આ પ્રયોગ દરમિયાન, એવા બહુ ઓછા પુરાવા મળ્યા હતા કે, તેનાથી આરોગ્યમાં એકંદરે સુધારો નોંધાયો હોય.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ઇન્ડસ્ટ્રિયલ ટેકનિક્સની અસર જાણવામાં લોકોની રૂચિ વધી રહી છે. સંશોધકોને શંકા છે કે, ઘણા UPFsની બનાવવાની રીત નરમ હોય છે, પરંતુ હકીકત એ છે કે તેના દરેક કોળીયામાં વધુ કેલરી હોય છે. તેના કારણે ઘરમાં બનાવેલા ભોજનની સરખામણીએ તેને વધુ આરોગવાથી અટકાવવા મુશ્કેલ હોય છે અને વધુ પડતું આરોગવા (ઓવર ઇટિંગ)નું સરળ બનાવે છે. જે કાગળ પર જોવા મળતાં પોષણની જેમ ખૂબ સમાન જોવા મળી શકે છે.
આ સંશોધન-અભ્યાસમાં પુખ્ત ઉંમરના 55 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, આ તમામ વધુ વજનવાળા અથવા મેદસ્વી હતા. તેમણે આઠ અઠવાડિયાના બે ભોજન વચ્ચે વૈકલ્પિક ફેરફાર કર્યા હતા. એક ભોજન લગભગ સંપૂર્ણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હતું, જ્યારે બીજા ભોજનમાં ખૂબ જ ઓછું પ્રોસેસ્ડ ફૂડ હતું અને તેમાં ઘરમાં બનેલ સ્પગેટ્ટી બોલોગ્નીઝ અથવા ઓટ્સ હતા. બંને પ્રકારના ભોજનમાં જે લોકો સહભાગી થયા હતા તેમને NHS ઈંગ્લેન્ડની ઈટવેલ ગાઇડ અનુસારનું ભોજન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે, તમારા આહારમાં કેટલોક ભાગ ફળ અને શાકભાજી, સ્ટાર્ચયુક્ત કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ડેરી અને તેલ તેમ જ સ્પ્રેડસનો હોવો જોઈએ.
આ લોકોને તેમની ક્ષમતા કરતાં વધુ ભોજન આપવામાં આવ્યું હતું અને તેમને કહેવામાં આવ્યું હતું કે, તેઓ તેમની ઇચ્છા મુજબ વધુ અથવા ઓછું આરોગે.
બંને પ્રકારના આહાર લીધા પછી તેમના વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ MPF (ઘરનું) ભોજન આરોગનારા લોકોનું વજન લગભગ બેગણુ જેટલું ઘટ્યું હતું, એટલે કે તેમના વજનમાં સરેરાશ 2.06 ટકા જેટલો ઘટાડો થયો હતો, જ્યારે UPF ભોજન આરોગવાથી 1.05 ટકા જેટલું વજન ઘટ્યું હતું. ભોજનમાં કેલરીનું પ્રમાણ ઓછું હોવાના કારણે વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું તેમના અગાઉના ભોજનમાં સરેરાશ 65 ટકા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હતું અને તે ઇટવેલ ગાઇડ મુજબ નહોતું.
UCLમાં આ સંશોધન-અભ્યાસના વડા ડો. સેમ્યુઅલ ડિકને આ અંગે જણાવ્યું હતું કે, સમય જતાં વજન વધારાનું પ્રમાણ ઘટી શકે છે. તેમણે આ પરિણામોનો એક વર્ષ સુધી અભ્યાસ કરીને અનુમાન કર્યું હતં કે, MPF ભોજનથી પુરુષોમાં 13 ટકા અને મહિલાઓ નવ ટકા વજન ઘટડા થયો છે, જ્યારે UPF ભોજન આરોગવા 4-5 ટકા વજન ઘટ્યું હતું.
