અમદાવાદમાં ટેકઓફ પછી તરત જ ક્રેશ થયેલા એર ઈન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનું બ્લેક બોક્સ શુક્રવારે મળી આવ્યું હતું. વિમાનમાં મહત્વપૂર્ણ ડેટા રેકોર્ડ કરતું એક મજબૂત ઉપકરણ દુર્ઘટના સ્થળ ડોક્ટરોની હોસ્ટેલની છત પરથી મળી આવ્યું હતું.
ગુજરાત સરકારના 40 કર્મચારીઓની મદદથી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક મોટી ટીમને ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) અથવા બ્લેક બોક્સ મળી આવ્યું હતું.
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે AAIBને અમદાવાદમાં અકસ્માત સ્થળ પરથી 28 કલાક પછી ફ્લાઇટ ડેટા રેકોર્ડર (બ્લેક બોક્સ) મળી આવ્યું છે. આ તપાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઘટનાની તપાસમાં નોંધપાત્ર મદદ કરશે
ભારતમાં થયેલા સૌથી ભયંકર વિમાન દુર્ઘટનાઓના કારણને શોધવામાં આ બ્લેક બોક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જોકે તેને બ્લેક બોક્સ કહેવામાં આવે છે, પરંતુ તેજસ્વી નારંગી રંગનું ઉપકરણ હોય છે.
