
બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના બાલા સુરધન નજીક નવ લોકોને લઈ જતી ઈકો વાન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. નવ મુસાફરોમાંથી, પ્રિયંકભાઈ ચૌહાણ અને યશવંતભાઈ વાવેતાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, મંગળવારે બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે પાંચ અન્ય ગુમ થયા હતાં. બચાવ કામગીરીમાં મદદ કરવા માટે વડોદરાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ રવાના કરવામાં કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ ડૂબી ગયેલી વાનને પૂરના પાણીમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતીં.
શેત્રુંજી ડેમ 95 ટકા ભરાયો, ધોળી ધજા ડેમ છલકાયો
ભારે વરસાદને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ અને સુરેન્દ્ર જિલ્લાનો ધોળી ધજા ડેમ છલકાયો હતો. શેત્રુંજી ડેમ 94.52 ટકા ભરાઈ ગયો હતો અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. આ ડેમની ક્ષમતા 346 મિલિયન ક્યુબિક મીટર છે અને સપાટી 327.51 એમસીએમ આવી ગઈ હતી. વારે 6 વાગ્યે, ડેમ 75%થી વધુ ભરાઈ ગયો હતો ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આ ડેમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભોગાવો નદી પર આવેલો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો હતો. નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ડેટા અનુસાર, વઢવાણ તાલુકામાં સ્થિત આ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 20.39 MCM છે,
