ટ્રમ્પે
File photo.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલા ટેરિફ લાદતા બંને દેશો વચ્ચે સંબંધમાં તણાવ સર્જાયો હતો. આ પરિસ્થિતિમાં, ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાત્રે ભારત તરફી એક મોટું નિવેદન આપીને બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માટે હાથ લંબાવ્યો હોવાનું કહેવાય છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે, ‘મોદી અને હું મિત્રો રહીશું. તેઓ એક મહાન વડાપ્રધાન છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ વિશેષ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી.’ ટ્રમ્પે આ નિવેદન મીડિયાના એક પ્રશ્નના જવાબમાં આપ્યું હતું. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ભારત સાથે ફરી સંબંધો સુધારવા માટે તૈયાર છે?
ટ્રમ્પના આવા નિવેદનની સામે વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો હતો. તેમણે એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ‘હું પ્રેસિડેન્ટ ટ્રમ્પની લાગણીઓ અને આપણા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ખૂબ પ્રશંસા કરું છું અને તેમનો સંપૂર્ણ આદર કરું છું. ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.’

LEAVE A REPLY