વસ્તીમાં ઘટાડાથી ચિંતિત બનેલા યુરોપના દેશ ગ્રીસે વસ્તીમાં વધારો કરવા માટે €1.6 બિલિયન (£1.4 બિલિયન) રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ વધુ બાળકો પેદા કરનારા દંપતીને ટેક્સમાં રાહત અને બીજા નાણાકીય પ્રોત્સાહન મળશે. પેકેજ હેઠળ ચાર બાળકો પેદા કરનારા નીચા આવક ધરાવતા પરિવારોને તમામ ટેક્સમાં રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ચાર બાળકો સાથેના બીજા પરિવારોને પણ ટેક્સમાં બે ટકા સુધીની માફી મળશે. પેકેજનો અમલ 2026થી થશે,
વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ જણાવ્યું હતું કે ગીસ અભૂતપૂર્વ વસ્તી વિષયક સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશ સામેનો આ સૌથી મોટો પડકાર છે, તેથી તેનો ઉકેલ લાવવા માટે €1.6 બિલિયન (£1.4 બિલિયન) રાહત પેકેજની ફરજ પડી છે.
ગ્રીસમાં પ્રજનન દર યુરોપમાં સૌથી ઓછો છે, જે પ્રતિ મહિલા ૧.૪ બાળકો છે. આ દર ૨.૧ના રિપ્લેસમેન્ટ સ્તરથી ઘણો નીચે છે. મિત્સોટાકિસે આ સમસ્યાને રાષ્ટ્રીય ખતરો ગણાવ્યો હતો.
યુરોસ્ટેટ અનુસાર, ગ્રીક વસ્તી હાલમાં 10.2 બિલિયન છે, જે 2050 સુધીમાં ઘટીને 8 મિલિયનથી ઓછી થઈ જશે. 2030 સુધીમાં 36% લોકો 65 વર્ષથી વધુ ઉંમરના હશે.
ગ્રીસના નાણાપ્રધાને જણાવ્યું કે 15 વર્ષ પહેલા દેશમાં આર્થિક કટોકટીની શરૂઆત થઈ ત્યારથી પ્રજનન દર અડધો થઈ ગયો છે. આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે તેમની સરકારની નવી કર નીતિ અને અન્ય સુધારાઓ મદદરૂપ થશે. તેમના મતે હાલમાં દેશ માટે સૌથી મોટી પ્રાથમિકતા વસ્તીવિષયક મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીસમાં લગભગ એક દાયકા સુધી ચાલેલી આંતરિક કટોકટીને કારણે લગભગ પાંચ લાખ યુવા અને પ્રતિભાશાળી લોકોએ કામની શોધમાં દેશ છોડી દીધો હતો.
