શિક્ષણ, નેતૃત્વ અને સામુદાયીક ભાવનાની અદ્ભુત ઉજવણી કરવા સનાતન મંદિર કાર્ડિફ ખાતે કાહો x યુકે પાર્લામેન્ટ વીકનું આયોજન કરાયું હતું. બપોરની શરૂઆત બાળકો દ્વારા ઉષ્માભર્યા સ્વાગત અને સુંદર મંત્ર પાઠ સાથે થઈ હતી.

આ પ્રસંગે વેલ્સ સેનેડના સભ્ય જુલી મોર્ગને ઉપસ્થિત રહી લોકશાહી અને પ્રતિનિધિત્વ વિશે વાત કરી ઉપસ્થિત યુવાન શ્રોતાઓને તેમના અવાજનો ઉપયોગ કરવા અને તેમના સમાજને આકાર આપવામાં ગર્વ અનુભવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તો કાઉન્સિલર જુલી સાંગાનીએ યુકેમાં સંસદ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે રસપ્રદ માહિતી આપી હતી.

બાળકોએ સમાંતર પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શાળાની રજાઓ અને જંક ફૂડ જાહેરાતો પર કડક નિયંત્રણોની જરૂર વિષયો પર ટૂંકા ભાષણો કર્યા હતા.

વયસ્ક લોકોએ મોક ચૂંટણી, રાજકીય પક્ષોની યોજનાઓ માટે ટીમોમાં કામ કરી વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરી, મેનિફેસ્ટો બનાવ્યા હતા.

બધા બાળકોએ આત્મવિશ્વાસથી રજૂઆત કરી પ્રભાવશાળી ટીમવર્ક, સર્જનાત્મકતા અને ઉત્સાહ દર્શાવ્યો હતો. મતદાન, મત ગણતરી પછી, ફ્યુચર વિઝન ટીમ વિજેતા બની હતી અને નવા વડા પ્રધાનને તાજ પહેરાવ્યો હતો. ઉત્સાહ અને પ્રોત્સાહનથી ભરેલા આખા દિવસ દરમિયાન બાળકોએ નેતૃત્વ, સંદેશાવ્યવહાર, સહયોગ અને વિવિધ દ્રષ્ટિકોણ માટે આદર જેવા મૂલ્યવાન કૌશલ્યો પણ વિકસાવ્યા હતા.

કાર્યક્રમને પાર પાડવા માટે સૌમ્ય ભટ, યોગેશ હુલી ગૌડા, મનીષ કુમાર, અમિત પટેલ, વિવેક કુમાર, રક્ષા વેગડ, સુનીલ કુલકર્ણીનો આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY