ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગુજરાતમાં ગત મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપૂર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ 58 અંગોમાં કિડની- 34, લીવર–18, હ્રદય–3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

three × one =