Action will be taken against Imran and his supporters under the stringent Army Act
REUTERS/Akhtar Soomro

ઇમરાન ખાનની ધરપકડને પગલે મહત્ત્વના લશ્કરી મથકો પર હુમલો કરનારા લોકો સામે આકરા આર્મી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો ટોચના આર્મી કમાન્ડર્સે નિર્ણય કર્યો છે.

આ નિર્ણયને વડાપ્રધાન શાહબાજ શરીફના વડપણ હેઠળની નેશનલ સિક્યોરિટી કમિટીએ બહાલી આપી છે. હિંસક દેખાવમાં સામેલ તમામ લોકોતેમના સમર્થકો અને નેતાઓની 72 કલાકમાં ધરપકડ કરાશે. સરકારના આ નિર્ણય અંગે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન ઇસ્લામાબાદ હાઇકોર્ટે 9 મે પછી પછી દાખલ થયેલા તમામ કેસમાં ધરપકડમાંથી ઇમરાન ખાનને 31 મે સુધી રાહત લંબાવી લીધી છે. સરકાર બીજા કોઇ કેસમાં ફરી ધરપકડ કરશે તેવી ચિંતા વ્યક્ત કરીને ઇમરાને આ રાહત માગી હતી. ઇમરાન ખાને તેમની સામેના તમામ કેસોની વિગતો પણ માગી છે. ઇમરાન સામે દેશમાં 100થી વધુ કેસો દાખલ થયેલા છે. 31મેએ આ મામલે ફરી સુનાવણી થશે.  

LEAVE A REPLY

four × three =