સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા આદિત્ય-L1. ફાઇલ તસવીર (ANI Photo)

ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે પુષ્ટિ કરી કે ઇસરોનું પ્રથમ સૌર મિશન ‘આદિત્ય’ સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. બુધવારે ચંદ્ર પર અવકાશનયાનના ઉતરાણ પછી રાષ્ટ્રને સંક્ષિપ્ત સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્ય અને શુક્રના ભાવિ મિશનનો સંકેત આપ્યો હતો.

ISROના વડાએ કહ્યું હતું “મિશન ‘આદિત્ય’ની કામગીરી ચાલુ છે. તે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ માટે તૈયાર થઈ જશે. અમે અમારા ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ ક્ષમતા દર્શાવવા માટે સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરના અંત સુધીમાં એક મિશનનું આયોજન પણ કરી રહ્યા છીએ. આ પછી અમે અવકાશમાં અમારું પ્રથમ માનવ મિશન (ગગનયાન) 2025માં લોન્ચ કરીશું. સૂર્યને સમજવા સન મિશનની દિશામાં પગલું ભર્યું છે. આદિત્ય એલ 1 મિશનમાં સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે

LEAVE A REPLY

5 + 2 =