(ANI Photo)

તેલંગાણાના મેડક જિલ્લામાં સોમવારે સવારે એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય હવાઇદળ બે પાયલટના મોત થયાં હતાં. આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

એરફોર્સે જણાવ્યું કે વિમાને એરફોર્સ એકેડેમી (એએફએ) હૈદરાબાદ ખાતેથી નિયમિત તાલીમ માટે ઉડાન ભરી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. વિમાન ક્રેશ થયું ત્યારે એક ટ્રેનર અને એક ટ્રેઇની પાઇલટ અંદર હતા અને તે બંનેના મોત થયા હતા. હૈદરાબાદથી નિયમિત પ્રશિક્ષણ ઉડાન દરમિયાન આજે સવારે એક Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર બંને પાઇલોટને જીવલેણ ઇજાઓ પહોંચી હતી.

Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ સિંગલ-એન્જિન એરક્રાફ્ટ છે, જેના પર IAF પાઇલટ્સ મૂળભૂત તાલીમ લે છે. એરફોર્સે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાયલટના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

2 + 7 =