FILE PHOTO: REUTERS/Stephane Mahe/File Photo

ભારતમાંથી સ્માર્ટફોનના નિકાસ વોલ્યુમના સંદર્ભમાં સેમસંગને પાછળ રાખીને એપલ ભારત પ્રથમ વખત ભારતની સૌથી મોટી સ્માર્ટફોન નિકાસકાર કંપની બની છે. જૂન ક્વાર્ટરમાં એપલે ભારતમાંથી કુલ 12 મિલિયન સ્માર્ટફોનની નિકાસ કરીને કુલ નિકાલમાં 49 ટકા હિસ્સો મેળવ્યો હતો. આની સામે કોરિયાની કંપનીનો હિસ્સો 45 ટકા રહ્યો હતો. આ બાબત દર્શાવે છે કે અમેરિકાની સ્માર્ટફોન કંપની ભારતમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી વધારો કરી રહી છે.

ચીન પરની નિર્ભરતામાં ઘટાડો કરવા માટે દુનિયાભરમાં જાણીતી સ્માર્ટફોન કંપની એપલ ભારતમાં સતત રોકાણ કરી રહી છે. એપલ ભારતમાં ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન મારફત કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરાવે છે.

કંપનીએ ગત વર્ષોમાં ભારતમાં આઇફોન બનાવવું શરુ કર્યું છે. એપલ ઉપરાંત સેમસંગ જેવી બ્રાંડ પણ ભારતમાં પોતાના સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે.ગયા જૂન કવાર્ટરમાં મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ એક્સપોર્ટમાં એપલ બ્રાન્ડ ટોપ પર રહી હતી. એપલે ભારતમાં આઇફોનનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2017માં શરુ કર્યું હતું. સૌથી પહેલા એપલે ભારતમાં iPhone SEનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું હતું, જયારે વર્ષ 2022થી એપલ ભારતમાં iPhone 14ના જૂના મોડલનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે.

LEAVE A REPLY

eleven − nine =