(ANI Photo)

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના વિચારો સાથે તાજેતરના સમયમાં ચર્ચામાં આવેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ગુરુવાર, 10મીએ 10 દિવસ માટે અમદાવાદમાં આગમન થયું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પછી બાબાએ અમદાવાદના વટવા ખાતે દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં ભાગ લીધો હતો.

કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ એક સારું શહેર છે, શહેરની ધરતી પર બધું સનાતનનું છે. સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. આવી ભક્તિની ધરતી ગુજરાતની ધરતીને હું વારંવાર નમન કરું છું. સનાતન ધર્મનું અપમાન કરનારાઓને માફ કરી શકાય નહીં. તેઓ સનાતનના વિરોધીઓની તિરસ્કારને બાળી નાખશે, ‘ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે તૈયાર થાઓ, બાબાએ સમગ્ર ગુજરાતની સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ આપ્યા હતા. બાબા બાગેશ્વરે સંદેશ આપ્યો હતો કે સનાતન ધર્મમાં માનનારાઓએ એક થવું જોઈએ, તેમણે સનાતન માટે જાગવું પડશે, નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભક્તિની ભૂમિ ગુજરાતમાં જ્યાં સનાતન ધર્મનો પ્રવાહ વહે છે, હું સનાતનને આગળ વધારીશ. ગુજરાતની ધરતીને શત શત વંદન. હનુમાનજી ભગવાન શંકરનું સ્વરૂપ છે, ભગવાન શંકર ભગવાનના હૃદયમાં હનુમાનનો વાસ છે. હનુમાનની પૂંછડી પણ પાર્વતીનું જ એક સ્વરૂપ છે. વટવામાં દેવકીનંદન ઠાકુરજીની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્ટેજ પર પુષ્પહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાબા અમદાવાદમાં 29મીએ દિવ્ય દરબાર યોજશે. તેમણે જણાવ્યું હતું કે રામનો રાજ્યાભિષેક અયોધ્યામાં થયો તે એક મોટું મિશન છે. હવે કૃષ્ણનો રાજ્યાભિષેક થવાનો છે. બધા સંતો એક થઈ જાય. હું ડરતો નથી કારણ કે સીતારામ અને હનુમાન ઉપર છે તો મારે શા માટે ડરવું જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુવારે બપોરે ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓ કારમાં સીધા અમરાઈવાડીમાં રહેતા કોંગ્રેસના નેતાના ઘરે ગયા હતા. આ દરમિયાન રસ્તા પર જ તેને મળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

5 × 2 =