Organized open day of Bharatiya Vidya Bhavan
(SAM PANTHAKY/AFP via Getty Images)

યુકેમાં ભારતીય શાસ્ત્રીય કળા માટેની સૌથી મોટી સંસ્થા ભારતીય વિદ્યા ભવનના ઓપન ડેનું આયોજન તા. 10મી સપ્ટેમ્બર 2022 ના રોજ 4A કાસલટાઉન રોડ, લંડન W14 9HE ખાતે કરવામાં આવ્યું છે. ભવન ખાતે શાસ્ત્રીય કલાના તમામ વિષયો, ક્લાસિકલ ડાન્સ, ભરતનાટ્યમ, કથક, ઓડીસી, કુચીપુડી, કર્ણાટિક વોકલ, હિંદુસ્તાની વોકલ, બંગાળી સંગીત, સિતાર, તબલા, મૃદંગમ, વીણા, વાયોલિન, વાંસળી, નટુવનગમ, હિન્દી, સંસ્કૃત, તમિલ અને બંગાળીનું શિક્ષણ એક જ છત નીચે આપવામાં આવે છે. આ ઓપન ડેમાં ભવનના નિવાસી શિક્ષકોને મળવાની અને તમારા માટે કયો વર્ગ યોગ્ય છે તેની ચર્ચા કરવાની તક મળશે. સ્થાનિક રહેવાસીઓનું ડિસ્કાઉન્ટ મળશે. સંપર્ક: 020 7381 4608.

LEAVE A REPLY

10 + seven =