UAE, Oct 20 (ANI): Bhuvneshwar Kumar of India in action during the India and Australia warm Up Match prior to the ICC Men's T20 World Cup at ICC Academy Ground in Dubai on Wednesday. (ANI Photo)

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે એક વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભૂવીએ 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેઈડન પણ કરી હતી. ભૂવનેશ્વર કુમારને પાવરપ્લેમાં, પહેલી જ ઓવરમાં તેની એકમાત્ર વિકેટ મળી હતી અને તે ટી-20 પ્રથમ છ ઓવર (પાવર પ્લે) માં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.

ભૂવીના નામે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં પાવરપ્લેમાં 34 વિકેટ થઈ ગઈ છે. ભૂવીએ એકંદરે ટી-20માં 65 મેચમાં 65 વિકેટ ઝડપી છે અને તેનો શ્રેષ્ઠ દેખાવ 24 રનમાં પાંચ વિકેટનો છે. ટી-20માં પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના ક્રમના બાકીના ચાર બોલર્સ આ મુજબ છેઃ

33 વિકેટ – સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), 33 વિકેટ – ટીમ સાઉથી (ન્યૂઝીલેન્ડ), 27 વિકેટ – શાકિબ અલ હસન (બંગલાદેશ) અને 27 વિકેટ – જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા).