BJP's Manifesto Released for Gujarat Elections: Many Promises Broke

ભારતીય જનતા પાર્ટીએ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ જગતપ્રકાશ નડ્ડા દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું અને તેમાં અનેક વચનો અને યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દા:

– ‘ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ’ હેઠળ 10 હજાર કરોડનું રોકાણ કરીશું જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને મજબૂત કરશે.

– રૂ. 25 હજાર કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું, જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉતર ગુજરાત વોટર ગ્રીડ પર વધુ ધ્યાન આપીશું.

– પશુધનની સારસંભાળને સુનિશ્ચિત ગૌશાળાઓને (રૂ.500 કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરશે.

– મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ રૂ.10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં રૂ.20,000 શાળાઓને અપગ્રેડ કરાશે

– ‘કે.કા.શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ અંતર્ગત રૂ. એક હજાર કરોડના ખર્ચે નવી સરકારી કોલેજોનું નિર્માણ અને વર્તમાન કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન બનાવશે

– ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું.

IITના તર્જ પર 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની સ્થાપના કરાશે. વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના હેતુ સાથે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે

-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદા 10 લાખ

– 10,000 કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેથી ૩ નવી સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલોનું નિર્માણ થશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનાવશે

– પ્રધાનમંત્રી આવાસ યોજના’ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.

– ‘ફેમિલી કાર્ડ યોજના”ના માધ્યમથી દરેક પરિવાર સુધી રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરીશું.

– ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિધાર્થીઓને રૂ. 50,000નું પ્રોત્સાહન

– ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું.

– અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોરનું નિર્માણ કરીશું.

– આદિવાસી ક્ષેત્રોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરીશું.

– યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના

– આદિવાસી વિધાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ સ્થાપીશું

– ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરીશું.

– એન્ટિ રેડિકલાઈઝેશન સેલ બનાવીશું જે દેશવિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે

– રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે કાયદો

– પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે રૂ.1000 કરોડનો ખર્ચ

– દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવાશે

– મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે રૂ.1,000 કરોડની ફાળવણી

– KGથી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ

– આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’

– ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના

– આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ

– ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ પર વિશેષ ધ્યાન

– સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરીશું તેમજ મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરશે

– ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ (એવિએશન, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી) પર વિશેષ ધ્યાન

– સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરીશું તેમજ મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરીશું

3,000 કિ.મી. લાંબા સમગ્ર ગુજરાતને આવરી લેતા પરિક્રમા પથ અને ગુજરાત લિંક કોરિડોર્સ (દાહોદથી પોરબંદરને જોડતી પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને પાલનપુરથી વલસાડને જોડતી ઉત્તર-દક્ષિણ કોરિડોર)નું નિર્માણ

– સૌરાષ્ટ્રના મહત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઈ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડને સાકાર કરીશું.

– શહેરી વિસ્તારોમાં નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ 25,000 કરોડનો ખર્ચ

– ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરીશું અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરીશું.

LEAVE A REPLY

1 × three =