BJP's master plan to win 160 seats lost in 2019
પ્રતિકાત્મક તસવીર (Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે. ચૂંટણીમાં ભાજપ 160 લોકસભા બેઠકો પર ખાસ ફોકસ કરી રહી છે, કારણ કે આ બેઠકો પર 2019માં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. વ્યૂહરચના હેઠળ ભાજપ આ 160  બેઠકો પર વડાપ્રધાન મોદીની રેલીનું આયોજન કરશે.

આ બેઠકો પર જીતની વ્યૂહરચના ઘડવા ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા કમરકસી રહ્યા છે અને આ બેઠકો માટે ફીડબેક મેળવી રહ્યા છે. વડાપ્રધાનની રેલઓનું આયોજન કરવાની જવાબદારી પક્ષના 3 રાષ્ટ્રીય મહાસચિવો સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરૂણ ચુગને સોંપવામાં આવી છે. આ 160 બેઠકોને ભાજપે વિવિધ ક્લસ્ટરોંમાં વહેંચી છે અને તમામ ક્લસ્ટરોંમાં ચાર બેઠકો મુકાઈ છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનની રેલીઓ શિલાન્યાસ કે ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન યોજાશે. ભાજપ આ બેઠકો જીતવા પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેઓ બે ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે. દરેક ગ્રુપમાં 80-80 બેઠકો રખાઈ છે. એક ગ્રૂપની 80 બેઠકો પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને બાકીની 80 બેઠકો પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સભાઓ અને રેલીઓનું આયોજન કરાશે. ત્યારબાદ વડાપ્રધાનની રેલીઓ દ્વારા ભાજપની તરફેણમાં માહોલ બનાવાશે.

LEAVE A REPLY

7 − 5 =