REUTERS/Aly Song

બિક્સ દેશોએ સ્થાપેલી ડેવલપમેન્ટ બેંક ઓક્ટોબર સુધીમાં પ્રથમ વખત ઇન્ડિયન રૂપી બોન્ડ જારી કરવાની યોજના બનાવી રહી છે. જોકે રૂપી બોન્ડના ઇશ્યુના કદ અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરાઈ નથી. બેન્ક પર સ્થાનિક ચલણોમાં વધુ ભંડોળ એકત્ર કરવાનું અને ધિરાણ આપવાનું દબાણ થઈ રહ્યું છે ત્યારે બેન્કે આ હિલચાલ કરી છે.

22થી 24 ઓગસ્ટના દરમિયાન જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ પહેલા એક પ્રેસ બ્રીફિંગમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર વ્લાદિમીર કાઝબેકોવે જણાવ્યું હતું કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)એ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં તેના પ્રથમ રેન્ડ બોન્ડ જારી કર્યા હતા અને તે અન્ય સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા અને સંયુક્ત આરબ અમીરાતના સ્થાનિક ચલણ પણ બોન્ડ જારી કરવાની વિચારણા કરી રહી છે.

2015માં સ્થપાયેલમાં આવેલી NDB હકીકતમાં BRICS દેશોની એક સૌથી નક્કર સિદ્ધિ છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું બનેલું આ સંગઠન પશ્ચિમ દેશોના સંગઠન સામે સ્પર્ધામાં ઊભું રહેવા માગે છે. જોકે આ બેન્કની ધિરાણ આપવાની ગતિ ધીમી છે. આ ઉપરાંત રશિયા પરના પ્રતિબંધોને કારણે તેને વધુ નેગેટિવ અસર થઈ છે.

કાઝબેકોવે કહ્યું હતું કે અમે ઓક્ટોબરમાં રૂપી બોન્ડ મારફત ભારતીય બજારમાંથી નાણા એકત્ર કરવાની માગીએ છીએ. હવે અમે તેના પર ગંભીરતાથી વિચારી રહ્યાં છે. અમે એક સભ્ય દેશોના પ્રોજેક્ટ્સ માટે બીજા સભ્ય દેશોના ચલણનો ઉપયોગ કરવા માગીએ છીએ. ઉદાહરણ તરીકે સાઉથ આફ્રિકાના પ્રોજેક્ટ્સને અમેરિકાના ડોલર નહીં, પરંતુ ચીનના યુઆનમાં ફાઇનાન્સ કરાશે.

LEAVE A REPLY

eight − eight =