સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપને મદદ કરવાના ગુનામાં કેનેડાના એક શખ્સને અમેરિકામાં 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે.
જસ્ટિસ ડીપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે આલ્બર્ટામાં એડમોન્ટનના રહેવાસી 37 વર્ષીય અબ્દુલ્લાહી એહમદ અબ્દુલ્લાહીનું 2019માં કેનેડાથી સાનડિએગોમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2021માં સાન ડિએગોની ફેડરલ કોર્ટમાં અબ્દુલ્લાહી તમામ ગુનાઓમાં દોષિત ઠર્યો હતો. તેના પર છ નોર્થ અમેરિકન નાગરિકોને સીરિયાની મુસાફરી કરવામાં મદદ પહોંચડાવાનો આરોપ હતો, આ છ લોકો સીરિયામાં ઇસ્લામિક સ્ટેટમાં જોડાયા હતા.
અબ્દુલ્લાહીએ સ્વીકાર્યું હતું કે, તેણે ભંડોળ ઊભું કરવા માટે 2014માં એડમોન્ટનના જવેલરી સ્ટોરમાં હથિયાર સાથે લૂટ કરી હતી.
આ લોકોમાં ત્રણ તો અબ્દુલ્લાહના પિતરાઇ ભાઇઓ હતા, જેઓ એડમોન્ટનમાં રહેતા હતા. જ્યારે એક પિતરાઇ 18 વર્ષનો હતો અને તે મિન્નેપોલીસનો રહેવાસી હતો. જ્યારે અન્ય સાન ડિએગોનો રહેવાસી ડગ્લાસ મેકઔથુર મેકેઇન હતો. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે પછી આ છ લોકો ઇસ્લામિક સ્ટેટ માટે લડતા મૃત્યુ પામ્યા હતા.

LEAVE A REPLY

two × 5 =