(Photo by Thomas Peter - Pool/Getty Images)

ચીને ગુરુવારે સ્વર્ગસ્થ હેનરી કિસિંજરને “જૂના મિત્ર” તરીકે બિરદાવ્યા હતાં તથા બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે સંબંધો સ્થાપિત કરવા માટે કેન્દ્રીય ભૂમિકા ભજવનારા આ રાજદ્વારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમેરિકાના આ દિગ્ગજ રાજદ્વારી આંતરરાષ્ટ્રીય સ્તરે તદ્દન વિરોધાભાષી છબી ધરાવતા હતા. ઘણા લોકો તેમણે દક્ષિણપૂર્વ એશિયામાં સંઘર્ષ અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી દેવાની તેમની ભૂમિકાઓ માટે વોર ક્રિમિનલ ગણતા હતાં. પરંતુ ચીનમાં 1970ના દાયકામાં કિસિંજરને “ચીની લોકોના જૂના મિત્ર” નું સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધો સ્થાપિત કરવામાં અને ચીનને માઓ-યુગના અલગતાવાદમાંથી બહાર લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે 100થી વધુ વખત ચીનની મુલાકાત લીધી હતી. હાલમાં ચીન અને અમેરિકાના સંબંધો ખરાબ છે ત્યારે ઘણા લોકો કિંસિજરને વોશિંગ્ટન-બેઇજિંગ સંબંધોમાં વધુ સૌમ્ય, મૈત્રીપૂર્ણ સમયના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

યુએસમાં ચીનના રાજદૂત ઝી ફેંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તે બંને દેશો અને વિશ્વ બંને માટે જબરદસ્ત નુકસાન છે. ઇતિહાસ યાદ રાખશે કે શતાયુએ ચીન-યુએસ સંબંધોમાં શું યોગદાન આપ્યું હતું, અને તેઓ હંમેશા સૌથી મૂલ્યવાન જૂના મિત્ર તરીકે ચીની લોકોના હૃદયમાં જીવંત રહેશે.”

કિસિંજર છેલ્લે જુલાઈમાં ચીન ગયા હતાં, જ્યારે તેમણે પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી.

તત્કાલિન યુએસ પ્રમુખ રિચાર્ડ નિક્સનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કિસિંજર સામ્યવાદી ચીન સાથે સંબંધો સ્થાપિત કરવાના મિશન સાથે 1971માં ગુપ્ત રીતે બેઇજિંગ ગયાં હતાં. આ સફરે નિક્સનની સીમાચિહ્ન મુલાકાત માટેનો તખતૌ તૈયાર કર્યો હતો. તેમનો દેખિતો હેતુ સોશિયત યુનિયનનો સામનો કરવાનો હતો.

વોશિંગ્ટનમાંથી કિસિંજરે કરેલી આ પહેલાથી એક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ચીનનો ઉદય થયો હતો અને હાલમાં વિશ્વના બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.

સરકારી પદ છોડ્યા પછી  નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કિસિંજરે ચીનના બિઝનેસોને એડવાઇઝરી સર્વિસ આપીને શ્રીમંત બન્યાં હતા– અને યુ.એસ.ની નીતિમાં આક્રમક વલણ સામે ચેતવણી આપી હતી. ચીનના અધિકારીઓમાં કિસિંજર હેઠળના સંબંધોના દિવસોની હજુ ગમગીની છે, પરંતુ તેઓ દર્શાવી શકતા નથી.

પ્રેસિડન્ટ જિનપિંગે તેમને કહ્યું હતું કે ચીનના લોકો “અમારા જૂના મિત્ર અને ચીન-યુએસ સંબંધોના વિકાસને પ્રોત્સાહન આપવામાં તમારા ઐતિહાસિક યોગદાનને ક્યારેય ભૂલશે નહીં”. સ્વર્ગસ્થ રાજદ્વારીનું મૃત્યુ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo અને બાયડુ બંને પર ટોચના ટ્રેન્ડિંગ વિષયોમાં હતું.

 

LEAVE A REPLY

fourteen + two =