(Photo by BEDI/AFP via Getty Images)

રાજદ્વારી મામલાના ઉત્સાદ કિસિંજરે આંતરરાષ્ટ્રીય મોરચે તેમના લુચ્ચા ચાતુર્યથી ઘણા ગુપ્ત ઓપરેશન અને છુપા ડીલિંગ કર્યા હતાં. આવું એક ઓપરેશન 1984ના ભોપાલ ગેસ દુર્ઘટના સંબંધિત હતું. ભોપાલ ગેસકાંડમાં અનેકના મોત થયા હતા અને ઘણી પેઢી સુધી ઝેરી ગેસની અસર વર્તાઈ હતી. આમ છતાં કિસિંજરે પોતાની ચાલાકીથી અમેરિકન કેમિકલ કંપની યુનિયન કાર્બાઇડને કાયદાકીય જવાબદારીમાંથી બચાવવામાં વિવાદાસ્પદ ભૂમિકા ભજવી હતી અને પીડિતોને પર્યાપ્ત વળતર માટે કોર્ટના આજદિન સુધી ચાલે તેવા કાનૂની દાવપેચમાં ફસાવી દીધા હતાં.

1984માં 2 અને 3 ડિસેમ્બરની મધ્યવર્તી રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી મિથાઈલ આઇસોસાયનેટ ગેસ લીક ​​થવાથી 3,000થી વધુ લોકોના જીવ ગયા હતાં અને એક લાખથી વધુ લોકોને અસર થઈ હતી. ગેસ લીકેજના તુરંત બાદ મધ્યપ્રદેશની રાજધાનીમાં અરાજકતા અને વિનાશ સર્જાયો હતો. શ્વસન સંબંધી બિમારીઓ, દાઝી ગયેલી ત્વચા અને અંધત્વ સામે લડતા દર્દીઓથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. દુર્ઘટના પછીના દિવસોમાં મૃત્યુની સંખ્યા સતત વધી રહી હતી. 15,000થી 25,000 મોત સુધીના અંદાજો સાથે, મૃત્યુની ચોક્કસ સંખ્યા હજુ પણ એક વિવાદાસ્પદ મુદ્દો છે.

આ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઈડના ચેરમેન વોરેન એન્ડરસનની ધરપકડ થઈ હતી. જો કે, એન્ડરસનને પાછા ફરવાના વચન પર $2,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે યુએસ કોર્ટમાં યુનિયન કાર્બાઇડ સામે $3.3 બિલિયનના નુકસાનનો દાવો દાખલ કર્યો હતો.

કિસિન્જરની કન્સલ્ટિંગ ફર્મ કિસિંજર એસોસિએટ્સે દુર્ઘટના બાદ યુનિયન કાર્બાઇડને ક્લાયન્ટ બનાવી હતી વર્ષો સુધી તેના વતી લોબિંગ કર્યું હતું. ભારતીય ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા મે 1988માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને લખવામાં આવેલ એક પત્ર આપત્તિના પીડિતો માટે  વળતરની વાટાઘાટો અંગે કિસિંજરની ઊંડી ચિંતાઓ છતી કરે છે. કિસિંજરનું માનવું હતું કે યુનિયન કાર્બાઇડ એક “વાજબી અને ઉદાર સમાધાન” માટે તૈયાર છે. જોકે તેમણે ઓછા વળતર માટેનો આગ્રહ કર્યો હતો.

ફેબ્રુઆરી 1989માં, 24 દિવસની વિશદ કાનૂની ચર્ચાવિચારણા પછી સુપ્રીમ કોર્ટે યુનિયન કાર્બાઇડને વળતર પેટે $470 મિલિયનની અંતિમ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો.

જોકે અમેરિકાની સરકાર ખાસ કરીને યુનિયન કાર્બાઇડ અને તેની વર્તમાન મૂળ સંસ્થા ડાઉ કેમિકલ્સને જવાબદારીમાંથી બચાવીને ભોપાલ દુર્ઘટના પીડિતો માટે ન્યાયમાં અવરોધ ઊભો કર્યો હતો.

$470 મિલિયનના સમાધાનની વ્યાપકપણે નિંદા કરવામાં આવી હતી કારણ કે તે ખૂબ જ અપર્યાપ્ત હતું. સમાધાનની સૌથી સ્પષ્ટ ખામી યુનિયન કાર્બાઇડ અને તેના સંચાલકો સામેના તમામ આરોપો પાછા ખેંચી લેવાની હતી. જોકે 199માં સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યું હતું. બીજી તરફ  એન્ડરસન ભારતીય અદાલતમાં ક્યારેય પરત આવ્યો ન  હતો અને 2014માં ફ્લોરિડાના મનોહર નગર વેરો બીચમાં 92 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો.

LEAVE A REPLY

3 × two =