સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના વેસ્ટ લંડન ખાતેના જૂના ફ્લેટ પર "બ્લૂ તકતી" લગાવીને તેમના વારસાને અમર બનાવવામાં આવ્યો હતો. REUTERS/Beresford Hodge

સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના વેસ્ટ લંડન ખાતેના જૂના ફ્લેટ પર “બ્લૂ તકતી” લગાવીને તેમના વારસાને અમર બનાવવામાં આવ્યો હતો. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સાથે સગાઈ થઈ તે પહેલા પ્રિન્સેસ ડાયના આ ફ્લેટમાં રહેતા હતા.

પ્રિન્સેસ ડાયના 1979થી 1981 સુધી ચેલ્સિયામાં કિંગ્સ રોડની નજીક આવેલો 60, કોલહર્ન કોર્ટ ખાતેના ફ્લેટમાં રહેતા હતા. એક સમારંભ યોજીને આ ફ્લેટ પર બ્લૂ તકતી લગાવવામાં આવી હતી. પ્રિન્સેસ ડાયના વર્જિનિયા ક્લાર્ક સહિત ત્રણ મિત્રો સાથે આ એપોર્ટમેન્ટમાં રહેતા હતા.

વર્જિનિયા ક્લાર્કના પ્રયાસોને પગલે બુધવારે એક સમારંભમાં આ તકતી લગાવવામાં આવી હતી. ડાયનાનું 1997માં પેરિસ કાર દુર્ઘટનામાં 36 વર્ષની નાની ઉંમરે નિધન થયું હતું.
ક્લાર્કે જણાવ્યું હતું કે “અમારા તમામ માટે તે ખુશીના દિવસો હતા અને ફ્લેટ હાસ્યથી સભર રહેતો હતો. ડાયના ઘણા લોકો માટે ઘણુ કામ કરવા ગયા હતા. તેમના વારસાને આ રીતે યાદ રાખવામાં આવશે.”

એન્ડ્રુ મોર્ટનના પુસ્તક “ડાયના, ઇન હર ઓન વર્ડસ”માં જણાવ્યા અનુસાર ડાયનાએ આ પ્રોપર્ટીમાં તેમને ગાળેલા વર્ષોને જીવનનો સૌથી ખુશહાલ સમય ગણાવ્યો હતો.

ઇંગ્લિશ હેરિટેજ સંચાલિત લંડનની બ્લૂ પ્લાક સ્કીમમાં એવા બિલ્ડિંગને હાઇલાઇટ કરવામાં આવે છે કે જેમાં વિખ્યાત હસ્તી ભૂતકાળમાં રહ્યાં હોય અને સેવાકાર્ય કર્યાં હતા.

પ્રિન્સેસ ડાયની બ્લૂ તકતીમાં લખવામાં આવ્યું છે કે : “લેડી ડાયના સ્પેન્સર લેટર પ્રિન્સેસ ઓફ વેલ્સ 1961-1997. લાઇવ્ડ હીયર 1979-1981.” લંડન એસેમ્બલીના ચેરમેન એન્ડ્રુ બોફે જણાવ્યું હતું કે “ડાયના લંડનવાસીઓના હૃદયમાં ખાસ સ્થાન ધરાવતા હતા અને હજુ પણ ધરાવે છે.”