દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે 18 ડિસેમ્બર 2021ના રોજ નવી દિલ્હીમાં રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસમાં ડીઆરડીઓના વૈજ્ઞાનિક ભરત ભુષણ કટારિયાની ધરપકડ કરી હતી. (ANI Photo)

દિલ્હીની રોહિણી જિલ્લા કોર્ટ સંકુલમાં તાજેતરના બ્લાસ્ટના આરોપસર પોલીસે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના વૈજ્ઞાનિક ભરત ભુષણ કટારિયાએ ધરપકડ કરી હતી. 47 વર્ષનાા વૈજ્ઞાનિક ભરત ભુષણ કટારિયાએ દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલની કસ્ટડીમાં હાર્પિકનું સેવન કર્યું હોવાનો દાવો કર્યો હતો. તેનાથી દિલ્હી પોલીસ તેમને તરત પ્રથમ આંબેડકર હોસ્પિટલમાં અને પછી એઇમ્સમાં લઈ ગઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ વૈજ્ઞાનિક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને આશંકા છે કે વૈજ્ઞાનિકે આ જંતુનાશક પ્રવાહીનું સેવન કર્યું નથી. કટારિયા પૂછપરછ દરમિયાન સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.