મુંબઈમાં એસ્સાર ગ્રૂપનું હેડક્વાર્ટર્સ (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

એસ્સાર ઓઇલ યુકેની કંપની સ્ટેન્લો ટર્મિનલ લિમિટેડે ઉત્તરપૂર્વ ઇંગ્લેન્ડમાં આવેલા યુકેના સૌથી મોટા બાયોફ્યુઅલ સ્ટોરેજ હબનું નિર્માણ કરવા આગામી ત્રણ વર્ષમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. સ્ટેન્લો ટર્મિનલની કેપિસિટી આશરે 300,000 ક્યુબિક મીટર્સ થશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લિવરપૂલ પોર્ટમાં આવેલા સ્ટેન્લો મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ એન્ડ ટ્રાન્સમીયર ટર્મિનલ ખાતેની નવી ફેસિલિટીમાં ગ્રાહકો એનર્જી ટ્રાન્ઝિશનમાં ઉપયોગ માટે બાયોફ્યુઅલનું સ્ટોરેજ, બ્લેન્ડ અને ડિસ્ટ્રિબ્યુશન કરી શકશે. સ્ટેન્લો ટર્મિનલ ડેડિકેટેડ સપ્લાય એન્ડ ડિલિવરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફત ગ્રાહકોને બાયોફ્યુઅલ સ્ટોરેજ કેપેસિટી પૂરી પાડે છે. નવા ગ્રાહકકેન્દ્ર રોકાણથી ફુલક્રમના નોર્થ પોઇન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સસ્ટેનેબલ એવિયેશન ફ્યુઅલ જેવી ગ્રોથ યોજનાને સપોર્ટ મળશે.