Google will lay off 12,000 employees
ગૂગલનું ન્યૂ યોર્ક ખાતેનું બિલ્ડિંગ ((istockphoto.com)

કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ ગુરુવાર (20 ઓક્ટોબર)એ ગૂગલને એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ માર્કેટ્સમાં તેના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ $162 મિલિયનનો દંડ કર્યો હતો. ગૂગલને આ પ્રકારે અયોગ્ય રીતે બિઝનેસ પ્રેક્ટિસ બંધ કરવા સીસીઆઈએ આદેશ કર્યો હતો.

એન્ડ્રોઈડ આધારીત સ્માર્ટફોનના ગ્રાહકોએ એપ્રિલ 2019માં કરેલી ફરિયાદને પગલે સીસીઆઈએ તપાસ કરી હતી. એન્ડ્રોઈડ એ ઓપન-સોર્સ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે સ્માર્ટફોન અને ટેબ્લેટ્સના ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવે છે. મોબાઈલ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ અને એન્ટિફ્રેગમેન્ટેશન એગ્રીમેન્ટ એ બે કરાર સંબંધિત અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસના ગૂગલ પર આરોપ છે.

ભારતમાં ટેકનોલોજી સેક્ટરના આકરા રેગ્યૂલેશન્સને કારણે ગૂગલ યુરોપની જેમ જ એન્ટિ-ટ્રસ્ટના અનેક કેસનો સામનો કરી રહી છે. સ્પર્ધા પંચ ભારતમાં ગૂગલના સ્માર્ટ ટીવી માર્કેટ અને તેની ઈન-એપ પેમેન્ટ સિસ્ટમ પર પણ બાજનજર રાખી રહી છે.

LEAVE A REPLY

three × five =