સર્ચ એન્જિનમાં હોટેલના ખોટા રેન્કિંગ દર્શાવવા બદલ ફ્રાન્સે ગૂગલને 1.1 મિલિયન યુરો (1.34 મિલિયન ડોલર)નો દંડ ફટકાર્યો છે. ગૂગલ આર્યલેન્ડ અને ગૂગલ ફાન્સ આ પેનલ્ટી આપવા સહમત થઈ છે, એમ ફ્રાન્સના નાણામંત્રાલય અને ફ્રોડ વોચડોગે સોમવારે જણાવ્યું હતું.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૂગલે સપ્ટેમ્બર 2019 પછી તેની હોટેલ રેન્કિંગ સિસ્ટમમાં સુધારો કર્યો છે. ગૂગલે હોટેલ્સને એકથી પાંચ સ્ટાર રેન્કિંગ આપવા માટે સત્તાવાર સ્રોત તરીકે ફ્રાન્સ અને હોટેલ ઈન્ડસ્ટ્રીની વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હોટેલ્સ ઓનર્સે ગૂગલ રેન્કિંગ માટે ફ્રાન્સની સરકારને ફરિયાદ કરી હતી. સરકારની એજન્સીએ 2019 અને 2020માં તપાસ શરૂ કરી હતી. એજન્સીનો હેતુ પ્લેટફોર્મ દ્વારા 7500 સંસ્થાની ઉપલબ્ધ માહિતીની દેખરેખ રાખવાનું હતું.